કપીલ શર્માએ પીધેલી હાલતમાં ચાલુ વિમાને ડો. મશહૂર ગુલાટીને માર મારી પોતાનો નોકર ગણાવ્યો

March 20, 2017 at 11:07 am


કપિલ શર્માએ અચાનક જ સોશ્યિલ મીડિયામાં લની જાહેરાત કરી દીધી હતી. જોકે, આ વાત જાહેર કરવાનો નિર્ણય એક પ્લાનના હેઠળ જ હતો. કપિલ શર્માને ખ્યાલ હતો કે તેણે લાઈટમાં સુનીલ ગ્રોવર સાથે દા પીને મારા–મારી કરી છે અને આ વાત મીડિયામાં હેડલાઈન બની જશે. આ વાતનો અહેસાસ થતાં જ કપિલને થયું કે જો આ વાત બહાર આવશે તો તેની ઘણી જ ટીકા થશે. આ જ કારણથી કપિલ શર્મા જેવો મુંબઈ આવ્યો એટલે એણે તરત જ માર–પીટવાળી વાત છુપાવવા માટે તેની અને ગિન્નીની તસવીર જાહેર કરી હતી. આટલુ જ નહીં અત્યાર સુધી કપિલ શર્મા પોતાની લવ–લાઈફ અંગે કહેવા તૈયાર નહોતો તે સામેથી મીડિયાને જવાબ આપવા લાગ્યો હતો. આ ઘટના અંગે વિવાદ શરુ થતાં કપીલ શર્માએ સ્પષ્ટ્રતા કરી છે કે આવું તો ચાલ્યા રાખે.

અંતે સચ્ચાઈ બહાર આવી
કપિલ શર્માએ આ તસવીર શેર કરી હોવા છતાંય માર–પીટની વાત બહાર આવી ગઈ હતી. આ સમય દરમિયાન કપિલ શર્માની કથિત પ્રેમિકા કહેવાતી પ્રીતિ સિમોન્સ પણ મેદાને આવી હતી અને તેણે કપિલ શર્મા સાથેની તસવીરો પોસ્ટ કરી હતી અને એ વાત કહેવાનો પ્રયાસ કર્યેા કે તેની અને કપિલ વચ્ચે એવું કઈં જ નથી પરંતુ આ તસવીરોથી કઈં વધુ ઉકળી શકયુ નહીં.

કપિલે પોતાના કો–સ્ટાર્સને માર્યા
કપિલ શર્માએ લાઈટમાં પોતાના બે કો–સ્ટાર્સ(ચંદન પ્રભાકર તથા સુનીલ ગ્રોવર) સાથે માત્ર ખરાબ વર્તન જ નથી કયુ પરંતુ તેમને માર મારવાનો પ્રયાસ પણ કર્યેા છે. લાઈટના એટેન્ડેટ તથા અન્ય સાથીઓને કારણે મામલો વધુ બીચકયો નહીં.

માર–પીટને વાતને માત્ર અફવા કહેવામાં આવે છે પરંતુ લાઈટના ક્રૂ મેમ્બર્સના મતે, આ ઘટના બે દિવસ જૂની છે. યારે કપિલ શર્મા પોતાની ટીમની સાથે ઓસ્ટ્રેલિયાથી ભારત એર ઈન્ડિયાની લાઈટમાં આવતો હતો. કપિલ યારે લાઈટમાં એન્ટર થયો ત્યારે જ તેનો મૂડ ઘણો ખરાબ હતો. લાઈટમાં અન્ય પ્રવાસીઓએ કપિલ શર્માને વિશ કયુ અને તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યેા ત્યારે કપિલ શર્માએ ઘણી જ ખરાબ રીતે વાત કરી હતી.

લાઈટમાં નવ વર્ષની બાળકીએ કપિલ શર્મા સાથે સેલ્ફી પડાવવાની જીદ કરી હતી. આનાથી કપિલ શર્મા ગુસ્સે થઈ ગયો હતો અને તેણે બાળકીના મા–બાપને બૂમો પાડીને તેને ત્યાંથી લઈ જવાનું કહ્યું હતું. કપિલનો આ વ્યવહાર જોઈને ત્યાં હાજર રહેલા તમામને આઘાત લાગ્યો હતો.

વિમાનમાં કપિલ શર્માની બાજુની સીટ ખાલી હતી. એક સીટ પછી એક અન્ય વ્યકિત હતો, જે તેની સાથે બેઠો હતો. તે વારંવાર કપિલ શર્મા સાથે વાત કરતો હતો પરંતુ કપિલ કોઈ જવાબ આપતો નહોતો. કપિલ શર્માની ડાબી બાજુની સીટ પર સુનીલ ગ્રોવર બેઠો હતો અને સુનીલની આગળની સીટ પર કપિલનો મિત્ર અને શોનો જ કલાકાર ચંદન પ્રભાકર(રાજુ ચાવાળો) બેઠો હતો.

કપિલ વારંવાર ચંદનને કંઈક કહેતો હતો પરંતુ તે જવાબ આપતો
લાઈટ ટેક–ઓફ થયાના અડધો કલાક બાદ એર હોસ્ટેસે કપિલ શર્માના ખરાબ વર્તનની વાત પોતાના સાથી કર્મચારીને પણ કરી હતી. કપિલ શર્મા વારંવાર ડિં્રક માગતો હતો અને અડધો કલાકમાં ચાર પેગ પી ગયો હતો. લાઈટના સીનિયર એટેન્ડેન્ટે કહ્યું હતું કે તે વાત કરતો હતો જ અને અચાનક જ કપિલ શર્માની બૂમો સંભળાઈ હતી. કપિલ શર્માએ વધુ દા માંગ્યો હતો અને તેને આપવામાં આવ્યો હતો. એર હોસ્ટેસ દા સર્વ કરીને આગળ જ વધી ત્યાં તો કપિલ, ચંદનની સીટ પર ગયો હતો અને ચંદનનો હેડફોન કાઢી નાખીને જોર–જોરથી બૂમો પાડવા લાગ્યો હતો. કપિલ શર્માએ અનેકવાર ચંદનનો ધક્કા માર્યા હતાં અને ઘણું સંભળાવ્યું હતું. કપિલ શર્માની વાતનો સાર એવો હતો કે ચંદન આજે જે પણ છે, તે તેના કારણે છે. તે પોતાની જાતને કપિલ શર્મા સમજવા ના લાગે. કપિલનું આ વર્તન જોઈને સુનીલ ગ્રોવર(ડો. મશહર ગુલાટી) તથા અન્ય બે ત્રણ લોકો તેની જોડે આવ્યા અને કપિલને તેની સીટ પર બેસાડો હતો. જોકે, કપિલ શર્મા શાંત થયો નહીં અને તે ચંદન તરફ આંગળી ચીંધીને બૂમો પાડતો રહ્યો હતો. કપિલ શર્મા શાંત ના રહેતાં સુનીલ ગ્રોવર પોતાની સીટ પરથી ઉઠો અને કપિલ શર્માને સમજાવવાનો પ્રયાસ કરવા લાગ્યો હતો. જોકે, કપિલ શર્માએ સુનીલ ગ્રોવરને ધક્કો માર્યેા અને તેને ખં–ખોટું સંભળાવવા લાગ્યો હતો.આથી જ સુનીલ ગ્રોવરે કઈં પણ પ્રતિક્રિયા આપી નહીં અને તે પોતાની સીટ પર આવી ગયો હતો.

કપિલ શર્માએ ફરીવાર દા માંગ્યો હતો પરંતુ સીનિયર એટેન્ડન્ટે કહ્યું કે તેણે લિમીટ કરતાં કોઈ પણ ગેસ્ટને વધુ ડિં્રક સર્વ કરી શકાય નહીં. કપિલે તેની સાથે પણ ઝઘડો કર્યેા પરંતુ સીનિયરે સોરી કહીને વાત વાળી લીધી હતી.

થોડાં સમય બાદ લાઈટમાં હાજર રહેલાં પ્રવાસીઓએ ફરીવાર કપિલની બૂમો સાંભળી હતી. કપિલ શર્મા, સુનીલ ગ્રોવરની સીટ આગળ હતો અને તેના હાથમાં સુનીલ ગ્રોવરના શર્ટનો કોલર હતો. કપિલ શર્મા જોરથી કહી રહ્યો હતો, ”તારી ઔકાત શું છે…યારે તારો શો લોપ થયો હતો ત્યારે તું મારા પગ ચાટવા આવ્યો હતો. તેણે(કપિલ શર્માએ) કયારેય તેને બોલાવ્યો નથી…”

કપિલ શર્માના આ વર્તનનો પ્રવાસીઓએ વિરોધ કર્યેા હતો અને કેટલાંક પ્રવાસીઓ ડરી ગયા હતાં અને તેમણે ઈમરજન્સી લેન્ડિંગની ડિમાન્ડ પણ કરી હતી. કપિલ શર્માની ટીમના અન્ય સભ્યોએ હસ્તક્ષેપ કરતાં તે શાંત થયો હતો

print

Comments

comments

VOTING POLL