કપૂતના ગાલે ન્યાયતંત્રનો તમાચો

July 20, 2018 at 10:26 am


જે માતા પિતાએ સંતાનોને પેટે પાટા બાંધીને ઉછેર્યા હોય તે સંતાનો જયારે તેમની સાથે અન્યાય કરે છે ત્યારે ના છૂટકે ન્યાયતંત્રે દખલગીરી કરવી પડે છે. આવા જ એક ઘટનાક્રમમાં મુંબઈ હાઈ કોર્ટે એક ચૂકાદામાં જણાવ્યું હતું કે સંતાન જો દુવ્ર્યવહાર કરશે તો મા-બાપ તેમને ભેટમાં આપેલ સંપિત્ત પાછી લઈ શકશે. મેન્ટેનન્સ એન્ડ વેલફેર આેફ પેરન્ટ્સ એન્ડ સિનિયર સિટીઝન્સ એક્ટ, 2007 અંતર્ગત સંતાનોએ તેમના વૃÙ મા-બાપની દેખરેખ ફરજિયાત કરવી પડશે. ઉપરાંત મા-બાપ તેમના સંતાનો પાસેથી રુ. 10,000 જેટલું મેન્ટેનન્સ પણ માગી શકે છે.

સંતાનો જો તેમની જવાબદારી નહિ નિભાવે તો તેમને ત્રણ મહિનાની કેદની સજા પણ થઈ શકે છે. એક કિસ્સામાં પિતાએ તેના પુત્રને મિલકતમાં 50 ટકા હિસ્સો પોતાની અને પોતાની બીજી પત્નીની સંભાળ રાખવાની શરતે ભેટ આપ્યો હતો, પણ પુત્ર તેની બીજી પત્નીની સંભાળ રાખવા તૈયાર ન હોવાથી પિતાએ ભેટનો કરાર રદ કર્યો હતો. આ પ્રકરણમાં કોર્ટે કરારને રદ કરવાના નિર્ણયને યોગ્ય ઠરાવતા ઉપર મુજબનો ચુકાદો આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આ મુદ્દે સરકારે પણ થોડા સમય પહેલાં કડક ધારાધોરણો જારી કર્યા હતા. વયોવૃÙ નાગરિકોની દેખરેખ કરનારને સરકાર આવકવેરામાં છૂટ આપશે. એના ઉપરાંત વરિષ્ઠ નાગરિકો માટે લાભદાયક એવી અનેક યોજનાઆેનો સમાવેશ કરતા નવા નિયમો સરકારે ઘોષિત કર્યા છે. સામાજિક ન્યાય પ્રધાન રાજકુમાર બડોલેએ વિધાનસભામાં જણાવ્યું કે વરિષ્ઠ નાગરિકો માટે નવા નિયમ જાહેર કરતો પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલી દીધો છે. વૃÙ વડીલોની દેખરેખ ન કરનારા સંતાનોની સાન ઠેકાણે લાવવા માટે તેમની યાદી અખબારોમાં પ્રસિÙ કરવામાં આવશે. તેમજ આ યાદીને વધુ પ્રસિિÙ મળે તેવા પ્રયત્ન કરાશે.

મુંબઈ હાઇકોર્ટનો આ ચુકાદો ઘણા લાચાર માતાપિતા માટે આશીવાર્દરુપ બની રહેશે

print

Comments

comments

VOTING POLL