કમલાબાગ-છાયા ચોકી સુધીના રોડ પર સ્પીડબ્રેકરો બનાવવા માંગ

October 12, 2017 at 1:16 pm


પોરબંદરમાં કમલાબાગથી વિરભનુની ખાંભી તરફના રસ્તે એમ.ઈ.એમ. સ્કૂલ નજીક અને છાયા ચોકી પાસે બેફામપણે દોડતા વાહનોને અટકાવવા માટે સ્પીડબ્રેકરો મુકવામાં આવ્યા હતા. પરંતુ તાજેતરમાં 2 જી આેક્ટોબરની રાજકીય મહાનુભાવોની પોરબંદરની મુલાકાત દરમિયાન આ સ્પીડબ્રેકરો દૂર કરાતા પૂરપાટ દોડતા વાહનો કોઈ અકસ્માત સર્જે તેવી ભીતી સેવાઈ રહી છે.

આ બાબતે આ વિસ્તારના રહેવાસી ધનંજય આેઝાએ તંત્રને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, પોરબંદરના કમલાબાગ નજીકની એમ.ઈ.એમ. સ્કૂલથી છાયાચોકી તરફની ગોલાઈ ઉપર ધુમ સ્પીડે વાહનો પસાર થાય છે જેને કારણે અનેક અકસ્માતો સજાર્યા હતા આથી સ્થાનિક લોકો, વેપારીઆેની અનેકવખતની ઉગ્ર રજુઆત બાદ આ રસ્તા પર વહીવટીતંત્ર દ્વારા છાયા ચોકી પાસે અને એમ.ઈ.એમ. સ્કૂલ પાસે સ્પીડબ્રેકર બનાવવામાં આવ્યા હતા. પરંતુ તા. બીજી આેક્ટોબરે ગાંધીજયંતિના રોજ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ સહિતના મહાનુભાવો પોરબંદરમાં કીતિર્મંદિરે રાષ્ટ્રપિતાને શ્રદ્ધાસુમન પાઠવવા આવ્યા ત્યારે તંત્રને આ સ્પીડબ્રેકર રોડ ઉપર નડતરરૂપ જણાતા હોય તેમ દૂર કરવામાં આવ્યા છે. તો હવે તંત્ર કોઈ ગંભીર અકસ્માત સજાર્ય તેની રાહ જોઈ રહ્યું છે કે શું ં આ રસ્તા પર પૂરપાટ દોડતા વાહનોને કારણે અકસ્માત સજાર્ય, રાહદારીઆેના-વાહનચાલકોના જીવ ઉપર જોખમ સજાર્ય તે પહેલા તંત્ર દ્વારા યોગ્ય કરી અહી સ્પીડબ્રેકર મૂકવામાં આવે તેવી માંગણી આ વિસ્તારના રહેવાસીઆેની છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પોરબંદરના કમલાબાગ નજીકની એમ.ઈ.એમ. સ્કૂલથી છાયાચોકી તરફની ગોલાઈ ઉપર ધુમ સ્પીડે વાહનો પસાર થાય છે અને અહી સ્પીડબ્રેકરના અભાવે આ અગાઉ અનેક અકસ્માતો સજાર્ઈ ચૂક્યા છે અને વાહનો પલટી જવાને કારણે લોકો મૃત્યુ પામ્યા હોવાના બનાવો પણ બની ચૂક્યા છે, અનેક લોકો હોસ્પિટલના બિછાને સારવાર લઈને અપંગ બની ચૂક્યા છે. આ જ રસ્તા પર સ્કૂલ આવેલી હોવાથી મોટી સંખ્યામાં વિદ્યાથ}આેની સતત અવરજવર આ રસ્તા ઉપર રહેતી હોય છે અને કમલાબાગથી છાયા-બિરલા તરફ જતો આ મુખ્ય રસ્તો હોય અહી ભારે વાહનોની સતત અવરજવર રહે છે આથી વિદ્યાથ}આે સાથે પણ ગંભીર અકસ્માત સજાર્ય તેવી ભીતી સેવાઈ રહી છે. આ ઉપરાંત છાયા ચોકી ચાર રસ્તા પાસે પણ સ્પીડબ્રેકર ન હોય ત્યાંના ચારેય રસ્તા પરના બેફામપણે દોડતા વાહનોને અટકાવવા માટે સ્પીડબ્રેકર મૂકવું જરૂરી હોય ત્યારે તાત્કાલીક તંત્ર દ્વારા સુદ્રઢ કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગણી થઈ રહી છે.

print

Comments

comments

VOTING POLL