કમાન્ડો-2માં પ્રથમ વખત ડાયરેકશન કરતા ગુજ્જુ અભિનેતા દેવેન ભોજાણી

May 18, 2017 at 6:54 pm


ગુજરાતી સીરીયલોમાં લોકપ્રિય થયેલા અને કાઠીયાવાડ સૌરાષ્ટ્ર સાથે પોતાનો નાતો ધરાવતા ટીવી અને ફિલ્મના એકટર દેવેન ભોજાણી આજે ‘આજકાલ’ની મુલાકાત લીધી હતી. જેમાં તેઓએ પોતાની પ્રથમ ડાયરેકશન કરેલી હિન્દી ફિલ્મ કમાન્ડો-2ની સફળતા વિશેની વાતચીત કરી હતી. દેવેન ભોજાણી છેલ્લા 10 થી 12 વર્ષથી ડાયરેકશન કરી રહ્યા છે. આ તેમની પ્રથમ ફિલ્મ હતી અને કમાન્ડો-2માં જબરદસ્ત સફળતા મળતા તેઓ ખુશ હોવાનું જણાવ્યું હતું. કમાન્ડો-2નો તા.20મીએ જી સિનેમા ટેલીવિઝન પર પ્રથમ પ્રિમીયર શો કરશે.

દેવેન ભોજાણીએ પોતાની કેરીયર હિન્દી ફિલ્મો, ગુજરાતી ફિલ્મો, કલાકારો સહિતના ટોપીક પર ચચર્િ કરીને એવી ઈચ્છા પણ પ્રગટ કરી હતી કે, ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી તરફથી કવોલીટીવાળી સ્ક્રીપ્ટને પ્રોજેકટ મળે તો હં તેનો સહર્ષ સ્વિકાર કરીશ કારણ કે, હં ગુજરાતી છું અને તેનું મને ગૌરવ છે.
એકટર તરીકે લોકોએ ખુબ જ પ્રશંસા કરી છે અને હવે ડાયરેકશન કરવા તરફ એકાગ્રતા જમાવી છે. કમાન્ડો-2 એકશન મુવીમાં એમણે પ્રથમવાર ડાયરેકશન બતાવ્યું છે.

‘આજકાલ’ની મુલાકાતે કમાન્ડો-2 ફિલ્મની લીડ હીરોઈન અદાહ શર્માએ આવીને પોતાનો અનુભવ વર્ણવ્યો હતો અને કહ્યું હતું કે, કમાન્ડો-2 ફિલ્મ ખરેખર બેસ્ટ ફિલ્મ છે અને તે દર્શકોને ગમશે. શમર્એિ તેમાં એકશન દ્રશ્યો પણ આપ્યા છે. ગુજરાત વિશે હીરોઈને એમ કહ્યું કે, અહીંના લોકો ખુબ જ પ્રેમાળ છે અને ગુજરાતી ભોજન તેમજ પેંડાના વખાણ કયર્િ હતા. કમાન્ડો-2ના ડાયરેકશન દેવેન ભોજાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ડાયરેકશન માટે ઓફરો તો ઘણી હતી પરંતુ ફિલ્મની વાતર્ઓિ યોગ્ય નહીં આવતા સ્વીકારતો ન હતો પરંતુ કમાન્ડો-2 ફિલ્મની વાતર્િ આંતરરાષ્ટ્રીય લેવલની હતી અને તેમાં વિદેશમાં રહેલી બ્લેક મની કઈ રીતે પાછી લાવવી ? તેનું વર્ણન હોવાથી આ વાતર્િ મને ખુબ ગમી હતી તેથી મેં ફિલ્મને સ્વીકારી લીધી હતી. આ મારી પ્રથમ ડાયરેકશન કરેલી હિન્દી ફિલ્મ હતી અને તેને ગુજરાતમાં અભુતપુર્વ પ્રતિસાદ મળતા અને ફિલ્મને પણ લોકોએ આવકારી હોવાથી મને ખુબ આનંદ છે. પોતાની એકટીંગ અને ડાયરેકટ કરેલી સીરીયલોમાંથી એકટર તરીકે બા બહ ઓર બેબી તેમજ ડાયરેકટર તરીકે સારાભાઈ મને ખુબ ગમે છે તેવું અંતમાં દેવેન ભોજાણીએ જણાવ્યું હતું.

સિનેમાઘરમાં ફિલ્મ જોવાથી વંચિત રહી ગયેલા દર્શકો માટે ઘર બેઠા ફિલ્મ નિહાળી શકે તે માટે તા.20મીએ જી સિનેમા ઉપર કમાન્ડો-2 ફિલ્મનું રાત્રે 9 વાગ્યે પ્રથમ વર્લ્ડ ટેલીવિઝન પ્રિમીયર શો યોજાશે. ગુજરાતી ફિલ્મો વિશે પુછતા તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા બે-ત્રણ વર્ષમાં સારી એવી વાતર્ઓિ પર ફિલ્મો બની છે અને દર્શકોએ તેને આવકારી પણ છે. આવી જ કોઈ સારી વાતર્નિી ફિલ્મ ઓફર કરવામાં આવશે તો હં જરથી સ્વીકારીશ તેવું અંતમાં જણાવ્યું હતું.

print

Comments

comments

VOTING POLL