કરણે માગી માફી

January 12, 2018 at 6:34 pm


અક્ષય કુમારની ફિલ્મ ‘કેસરી’નું શૂટિંગ શરૂ થઇ ગયું છે અને હવે આ ફિલ્મની લીડ એકટ્રેસનો પણ ખુલાસો કરણ જોહરે કરી દીધો છે. અભિનેત્રી પરિણીતી ચોપરા અક્ષય કુમાર સાથે ‘કેસરી’માં નજરે ચડશે. ફિલ્મ નિમાર્તા કરણ જોહર ટ્વિટર પર આ ખબરની પુિષ્ટ કરી છે. તેણે ટ્વિટર પર અભિનેત્રીને ટેગ કરતા જણાવ્યું હતું કે ફિલ્મ ‘કેસરી’ની મુખ્ય અભિનેત્રી પરિણીતી ચોપરા છે. આ પહેલા ફિલ્મની અભિનેત્રીનું નામ બહાર પાડવા ભૂલથી અક્ષયની જ તસવીર પોસ્ટ કરી હતી. જોકે, તરત જ તેણે આ પોસ્ટની માફી માંગી અને પરિણીતીનો ફોટો નાંખીને ફિલ્મની હીરોઇનની ઘોષણા કરી હતી. ‘કેસરી’ ‘સારાગઢી’ના યુદ્ધ પર આધારિત છે. થાેડા સમય પહેલા જ અક્ષય કુમારે તેની ફિલ્મ ‘કેસરી’નો ફસ્ર્ટ લૂક જાહેર કર્યો હતો. ફસ્ર્ટ લૂકમાં અક્ષય શીખના પાત્રમાં કેસરી રંગની પાઘડી પહેરેલો નજરે ચડે છે. તેણે આ તસવીર શેર કરતા લખ્યું હતું કે ‘આ તસવીર શેર કરતા ખૂબ જ ગર્વ અને આભાર વ્યકત કરવા માગું છું. વર્ષ 2018ની શરૂઆત મારા મહત્વકાંક્ષી પ્રાેજેકટ અને ફિલ્મ ‘કેસરી’થી કરી રહ્યાે છું. તમારા પ્રેમ અને આશીર્વાદની જરૂર હંમેશા રહેશે’.

print

Comments

comments

VOTING POLL