કરમદીયામાં હત્યા- માતાના આડા સબંધમાં નડતરરૂપ દિકરીને પતાવી દેવાઇ

July 17, 2017 at 2:28 pmઆરોપીએ ઝેરી દવા પી આત્મહત્યાનો કર્યો પ્રયાસ ઃ મધરાત્રે ઠળીયાનો શખ્સ ઘરે આવતા તેને ચાલ્યા જવાનુ કહેતા છરી વડે યુવતિ પર તુટી પડયો ઃ બનાવમાં આડા સબંધનો મામલો કારણભુત, મૃતક યુવતિના ભાઇએ ઠળીયાના શખ્સ સામે નાેંધાવી પોલીસ ફરિયાદ

બગદાણા પાસેના કરમદીયા ગામે ગઇકાલે મધરાત્રીએ એક પરિણીત યુવતિની તેના પીયરમાં છરીના ઘા ઝીકી હત્યા કરી દેવાઇ હતી. આ યુવતિની માતાને અન્ય શખ્સ સાથે આડા સબંધ હોય અને બનાવની રાત્રીએ આ શખ્સ તેણીના ઘરે આવતા તે નહી ગમતા તેનો વિરોધ કર્યો હતો. જેના પગલે ઉગ્ર બોલાચાલી થતા ઉશ્કેરાઇ ગયેલા ઠળીયાના શખ્સે છરીના ઉપરા છાપરી બે ઘા ઝીકી પરિણીત યુવતિની લોથ ઢાળી દીધી હતી. આ બનાવ અંગે બગદાણા પોલીસમાં મૃતકના ભાઇએ ઠળીયાના શખ્સ સામે ઉ5રોકત કેફીયત સાથે ફરિયાદ નાેંધાવતા પોલીસે ગુનો નાેંધી આરોપીને ઝડપી લેવા ચક્રાે ગતિમાન કર્યા હતા દરમ્યાનમાં આરોપીએ ઝેરી દવા પી લેતા ભાવનગર સર તખ્તસિંહજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. પોલીસે આરોપી પર જાપ્તાે ગોઠવી દીધો છે.

આ ચકચારી બનાવ અંગે બગદાણા પોલીસ પાસેથી ઉપલબ્ધ વિગતો મુજબ મહુવા તાલુકાના કરમદીયા ગામે કોળી વિનોદભાઇ સુરાભાઇ પરમાર, તેમના માતા અને તેમના બેન સાથે રહે છે. વિનોદભાઇના ઘરે ઠળીયાનો ડાયા લક્ષ્મણ પરમાર વારંવાર આવતો હોય જે આ મહિલાના દીકરી ભાવુબેન અને પુત્ર વિનોદભાઇને નહી ગમતા આ અંગે વારંવાર બોલાચાલી અને ઝઘડો થતો. દરમ્યાનમાં ગત રાત્રીનાં લગભગ 1.30 કલાકના સુમારે ઠળીયાનો આ શખ્સ ડાયા લક્ષ્મણ પરમાર વિનોદભાઇના ઘરે તેની માતાને મળવા આવ્éાે હતો. આથી વિનોદભાઇના બહેન ભાવુબેનએ તેને ચાલ્યા જવાનુ કહેતા તે અંગે ઉગ્ર ઝઘડો થયો હતો. તેવામાં ડાયાભાઇએ પોતાની પાસે રહેલ છરી કાઢી ભાવુબેનને પેટ અને સાથળના ભાગે ઉપરા છાપરી બે ઘા ઝીકી લોહી લુહાણ કરી દીધા હતા અને ત્યાંથી ભાગી છુટયો હતો. બનાવ અંગે બગદાણા પોલીસને જાણ થતા ઇન્ચાર્જ પોલીસ અધિકારી વી.પી. કનારા અને સ્ટાફ વહેલી સવારે ઘટના સ્થળે દોડી ગયો હતો અને ભાવુબેનને બગદાણા ખસેડતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા.
આ બનાવમાં મૃતક ભાવુબેનના ભાઇ વિનોદભાઇ સુરાભાઇ પરમારએ ઠળીયાના ડાયા લક્ષ્મણ પરમાર સામે એવા મતલબની ફરિયાદ નાેંધાવી હતી કે ઉકત શખ્સને તેની માતા સાથે આડા સબંધ હોય તે વારંવાર પોતાના ઘરે આવતો હતો જે નહી ગમતા તેણીની બહેને વિરોધ કરતા ઉકત શખ્સે તેનુ ઢીમ ઢાળી દીધુ હતુ. પોલીસે વિનોદભાઇની ફરિયાદ લઇ ખુનનો ગુનો નાેંધી આરીપોને ઝડપી લેવા ચક્રાે ગતિમાન કરી આરોપીને ઝડપી લે તે પહેલા જ આરોપીએ ઝેરી દવા પી જીવન ટુંકાવી નાખવાનો પ્રયત્ન કરતા સારવાર માટે ભાવનગર સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે. પોલીસે અહી આરોપીને ઝડપી લેવા જાપ્તાે ગોઠવી દીધો છે.

મૃતક મહિલા બે વર્ષથી પીયરમાં રહેતી હતી, બે સંતાનો છે
માતાના આડા સબંધના કારણે જીવ ગુમાવનાર મૃતક યુવતિ ભાવુબેન પરિણિત છે તેમના લગ્ન પાલીતાણા તાલુકાના એક ગામમાં થયા હતા પરંતુ પતિ સાથે અણબનાવના કારણે તેણી છેલ્લા બે વર્ષથી પીયરમાં તેમના ભાઇ અને માતા સાથે રહેતી હતી. મૃતક ભાવુબેનને સંતાનમાં સાત વર્ષનો એક દિકરો અને ચાર વર્ષની એક દિકરી છે. આમ માતાના આડા સબંધના કારણે આ યુવતિએ જીવ ગુમાવ્યો પડયો હતો તો તેમના બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી પડી છે.

print

Comments

comments

VOTING POLL