કરાચીમાં યોજાઈ ઈશા અંબાણીના લગ્નની નકલી પાર્ટીઃ અમિતાભ-ઐશ્વર્યાના માસ્ક પહેરીને મહેમાન પહાેંચ્યા

January 3, 2019 at 5:04 pm


પાકિસ્તાનમાં થોડાં દિવસો પહેલાં સુપરમોડલ આલિયા જૈદીએ કરાંચીમાં અંબાણી થીમ પર ફેક પાર્ટી રાખી. જેમાં મોટાં ફિલ્મ સ્ટાર્સ અને માેંઘી જ્વેલરી પહેરેલા લોકો તો ના જોવા મળ્યા, પરંતુ અભિનેતાઆેના માસ્ક પહેરેલા પૂતળાં અને નકલી ડાયમંડ્સનો હાર પહેરેલા લોકો ચોક્કસથી જોવા મળ્યા. આલિયાએ કહ્યું કે, મુકેશ અંબાણીની દીકરી ઇશાના લગ્ન સાથે જોડાયેલી પાર્ટીઆેની પાકિસ્તાનમાં ખૂબ ચર્ચા થઇ. આ જ કારણે અમે પાકિસ્તાનમાં પણ આવી જ પાર્ટી કરવાનો વિચાર કર્યો.
સોશિયલ મીડિયામાં પાર્ટીની તસવીરો વાઇરલ
1.આલિયાએ તેની મિત્ર અને મોડલ ફ્રેહા અલ્તાફને બિયોન્સે જેવી ડ્રેસ અને લુકમાં પર્ફોર્મ કરવા માટે બોલાવી. આલિયા અનુસાર, તેનો હેતુ બિઝનેસ ટાયકૂનના ખર્ચાની સરખામણી કરવાનો નહી, પરંતુ એક મોટી પાર્ટીનો અનુભવ લેવાનો હતો.
2.સોશિયલ મીડિયા પર શેર થયા બાદ આ પાર્ટીની તસવીરો વાઇરલ થઇ.
સ્થળોને નકલી નામ આપવામાં આવ્યા
1.પાર્ટી આલિશાન લાગે તે માટે કાર્યક્રમ સ્થળ પર અમુક સ્થળોને નકલી નામ પણ આપવામાં આવ્યા. કાર્યક્રમ સ્થળની બહાર બોર્ડર પર લખવામાં આવ્યું – 10 કરોડ ડોલરની પાર્ટી.
2.અન્ય એક બોર્ડમાં – 26 કેરેટ સોનાની દીવાલ લખવામાં આવ્યું. આ ઉપરાંત હાથીના પૂતળાને પાર્ટીમાં આવેલો બે કરોડ ડોલરનો હાથી દશાર્વવામાં આવ્યો.
3.આલિયાએ કહ્યું કે, તેની ઇચ્છા હતી કે, લોકો માત્ર નામ વાંચીને જ માેંઘી પાર્ટીનો અહેસાસ લઇ શકે.
અમિતાભનું માસ્ક પહેરીને પહાેંચ્યા ફેશન કાઉિન્સલ
1.પાર્ટીમાં પાકિસ્તાનની ટીવી ઇન્ડસ્ટ્રીના અનેક લોકો પહાેંચ્યા. પાક ફેશન કાઉિન્સલના ડાયરેક્ટર અને ડિઝાઇનર દિપક પરવાની અમિતાભ બચ્ચનનું માસ્ક પહેરીને પહાેંચ્યા.
2.એક મહિલા ઐશ્વર્યાનું માસ્ક પહેરીને આવી. મેનિક્વીનને કેટલાંક અન્ય બોલિવૂડ સ્ટાર્સના માસ્ક પહેરાવવામાં આવ્યા.
3.આલિયાએ કહ્યું કે, ભારત અને પાકિસ્તાનની પરંપરા, સંસ્કૃતિ, શોખ અને સંગીતમાં ઘણી સમાનતા છે. અંબાણીઆેની માફક જ પાકિસ્તાનમાં પણ લગ્ન સમારંભ ઘણાં દિવસો સુધી ચાલે છે. પાકિસ્તાનીઆે માટે આ પોતાના ફેવરિટ બોલિવૂડ સ્ટાર્સને જોયાનો અહેસાસ લેવાનો પ્રસંગ હતો.

print

Comments

comments

VOTING POLL