કરુણાનિધિની તબિયત નાજૂક બનીઃ હોસ્પિટલ બહાર રડી રહી છે મહિલાઆે

August 7, 2018 at 10:45 am


તમિલનાડૂના પૂર્વ મુખ્યમંત્રી અને ડીએમકે ચીફ એમ કરુણાનિધિની હાલત ખુબ જ ગંભીર છે અને તેમની તબિયત પહેલાથી ખરાબ થઈ રહી છે. ચેન્નાઈની કાવેરી હોસ્પિટલે તેમન મેડિકલ પ્રેસ રિલિઝ રજૂ કરી છે. મેડિકલ પ્રેસ રિલિઝ અનુસાર તેમના શરીરના મહત્વપૂર્ણ અંગોને કાર્યરત રાખવા એક પડકાર સમાન બની ગયા છે. કાવેરી હોસ્પિટલે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે, 94 વર્ષિય પૂર્વ મુખ્યમંત્રી સ્વાસ્થ્ય પર સતત નજર રાખવામાં આવી રહી છે અને તેઆે મેડિકલ સપોર્ટ પર છે. તેમના અનુસાર દ્રમુક અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી એમ. કરુણાનિધિની તબિયત વધારે ગંભીર બની છે. વધારે ઉંમર હોવાના કારણે તેમના મહત્વપૂર્ણ અંગોની કાર્ય ક્ષમતાને બનાવી રાખવી પડકારજનક બની રહી છે.

હોસ્પિટલના કાર્યકારી નિર્દેશક ડોક્ટર અરવિન્દન સેલ્વારાજે કહ્યું, દ્રમુક અધ્યક્ષના સ્વાસ્થ્યનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને તેઆે મેડિકલ સપોર્ટ પર છે આવનારા 24 કલાકમાં તેમના સ્વાસ્થ્યમાં કેટલું સુધાર આવે છે, તેનાથી જ આગળની વસ્તુઆે નક્કી થશે. કરુણાનિધિને બ્લડપ્રેશરની સમસ્યા પછી 28 જુલાઈએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, ડોક્ટરોએ બ્લડપ્રેશરની સમસ્યાને ડોક્ટરો દ્વારા કંટ્રાેલ કરી દેવામાં આવી હતી પરંતુ તે પછી પણ તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં જ સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા.

જણાવી દઈએ કે, 31 જુલાઈએ હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું કે, કરુણાનિધિને કેટલાક દિવસ વધારે હોસ્પિટલ રહેવું પડશે. હોસ્પિટલ કાર્યકારી નિર્દેશક ડોક્ટર એ સેલ્વરાજે કહ્યું હતું કે, જે કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમાં સુધાર થયો છે પરંતુ વૃદ્ધાવસ્થાના કારણે સામાન્ય સ્વાસ્થ્ય થોડૂં કથળ્યું છે, લિવર અને અન્ય અંગોના માપદંડોને લઈને હજું તેમને હોસ્પિટલમાં રહેવાની જરુરત છે.

print

Comments

comments

VOTING POLL