કરૂણાનિધિનું અવસાન : લાખો સમર્થકોમાં દુઃખનું મોજુ ફેલાયું

August 7, 2018 at 8:18 pm


તમિળનાડુના પાંચ વખતના મુખ્યમંત્રી રહેલા અને કલાઈનારના નામથી લોકપ્રિય ડીએમકેના પ્રમુખ મુથ્થુવેલ કરૂણાનિધિનું આજે સાંજે ચેન્નાઈની કાવેરી હોÂસ્પટલમાં 94 વર્ષની વયે અવસાન થતાં તેમના લાખો સમર્થકોમાં આઘાતનું મોજુ ફરી વળ્યું હતું. દ્રવિડ આંદોલનના પરિણામ સ્વરુપે કરૂણાનિધિ રાજકીયરીતે ઉભરી આવ્યા હતા. આશરે છ દશક સુધી રાજકીય કેરિયરમાં મોટાભાગે તેઆે તમિળનાડુના રાજનીતિમાં મુખ્ય ધ્રુવ તરીકે રહ્યાા હતા. 50 વર્ષ સુધી પાેતાની પાટીૅના પ્રમુખ તરીકે રહ્યાા હતા. સાેમવારના દિવસથી જ તેમની તબિયત સતત ખરાબ થઇ રહી હતી. તેમના પેટની અંદર એક ટ્યુબ મુકવામાં આવ્યું હતું જેથી દવાઆે અને ખાã ચીજવસ્તુઆે આપવામાં આવી રહી હતી. કરૂણાનિધિના બ્લડપ્રેશરમાં ઘટાડો થયા બાદ તેમની હાલત બગડી રહી હતી. શરૂઆતી સારવાર દરમિયાન તેમના બ્લડપ્રેશરને કાબૂમાં લેવાના પ્રયાસ થયા તા. શનિવારથી જ તેમની તબિયત વધારે લથડી ગઈ હતી. બહુમુખી પ્રતિભા તરીકે પણ તેમને ગણવામાં આવતા હતા. તેમના અવસાનથી તમિળનાડુમાં એક મોટી રાજકીય જગ્યા ખાલી થઇ છે. છેલ્લા એક વર્ષથી કરૂણાનિધિ ઘરની બહાર નિકળી રહ્યાા ન હતા. લોકોને પણ આેછું મળી રહ્યાા હતા. 29મી જુલાઈના દિવસે તેમને કાવેરી હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 19મી જુલાઈના દિવસે તેમને હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ તેજ દિવસે તેમને રજા આપી દેવામાં આવી હતી. હોÂસ્પટલમાં તેમની તબિયત ગંભીર બની ત્યારે સમર્થકો મેદાનમાં જમા થયા હતા અને તેમના માટે પ્રાર્થના કરી રહ્યાા હતા. હોÂસ્પટલે કહ્યું છે કે, આજે સાંજે 6.10 વાગે કરૂણાનિધિએ અંતિમ શ્વાસ લીધા હતા. કરૂણાનિધિને શ્રદ્ધાંજલિ આપવા માટે સમર્થકો ઉમટી રહ્યાા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ, કાેંગ્રેસના તમામ વરિષ્ઠ નેતાઆે અને અન્ય રાજકીય પક્ષોના નેતાઆેએ પણ આઘાત વ્યક્ત કરીને દુખની લાગણી વ્યક્ત કરી છે. ચેન્નાઈમાં ડીએમકેના પ્રમુખના અવસાનના સમાચાર બાદ કણાૅટક સ્ટેટ રોડ ટ્રાન્સપાેર્ટ કોપાેૅરેશને તમિળનાડુની સેવા બંધ કરી દીધી છે. રા»ટ્રપતિ રામનાથ કોવિંદે પણ તેમના નિધનને લઇને દુખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુખ વ્યક્ત કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસથી હોÂસ્પટલમાં દાખલ ડીએમકેના પ્રમુખ કરુણાનિધિની તબિયત હાલમાં એકદમ ગંભીર બની ગઈ હતી. તબીબાેની ટીમ તેમની સ્થિતી પર નજર રાખી રહી હતી પરંતુ આજે તબીબાેની ટીમ પણ હિંમત હારી ગઈ હતી અને તેમનું અવસાન થયું હતું. ગઇકાલ રાતથી જ તેમની હાલત ખરાબ ખરાબ થયા બાદથી તેમના સમર્થકો દ્વારા પ્રાર્થના કરવામાં આવી રહી હતી. હોÂસ્પટલની બહાર ંમોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડâા હતા. ડીએમકેના તમામ ટોપના નેતાઆે અને કાર્યકરો ચિંતાતુર દેખાઇ રહ્યાા હતા. 29મી જુલાઈથી કાવેરી હોÂસ્પટલના આઈસીયુમાં તેમને રાખવામાં આવ્યા હતા. કરૂણાનિધિ પાંચ વખત તમિળનાડુના મુખ્યમંત્રી તરીકે રહ્યાા હતા. અગાઉ તમિળનાડુના પૂર્વ મુખ્યમંત્રીની તબિયત ખરાબ થતાંની સાથે જ તેમના સમર્થકો ઉમટી પડâા હતા.

print

Comments

comments

VOTING POLL