કર્ણાટકમાં રાજકીય બાજી પલટવા પાછળ માયાવતીનું ભેજું!

May 16, 2018 at 11:43 am


કર્ણાટક વિધાનસભા ચૂંટણી પરિણામોમાં કોઈ પણ રાજકીય પક્ષને સ્પષ્ટ બહુમતિ ન મળતા એકલા હાથે સરકાર બનાવવી મુશ્કેલ છે. ભાજપ રાજ્યમાં સરકાર બનાવશે તે ચિત્ર સ્પષ્ટ હતું પરંતુ અણીના સમયે જ કોંગ્રેસે બાજી પલટી નાખી. આ સ્થિતિ ઉભી કરવામાં બહુજન સમાજ પાર્ટી (બસપા) સુપ્રીમો માયાવતીનું દિમાગ કામ કરી ગયું.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે માયાવતીએ કિંગમેકરની ભૂમિકા નિભાવતા કોંગ્રેસના વરિષ્ઠ અને યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધીને ફોન કર્યો હતો. તેવી જ રીતે માયાવતીએ જેડીએસ પ્રમુખ એચડી દેવગૌડાને પણ ફોન કર્યો હતો. માયાવતીએ સોનિયા ગાંધી અને દેવગૌડાને એકસાથે આવા અને સરકાર બનાવવાનો પ્રસ્તાવ રજુ કરવાની સલાહ આપી હતી જેથી કરીને ભાજપ્ને સત્તાથી દુર રાખી શકાય.
બીએસપીના આંતરીક સૂત્રોના જણાવ્યા પ્રમાણે માયાવતીએ પોતાના સહયોગી અને પાર્ટીના રાજ્યસભાના સાંસદ અશોક સિદ્ધાર્થને કર્ણાટકના પરિણામ બાદ કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદને મળવા કહ્યું હતું. આઝાદ કર્ણાટકના ઈંચાર્જ છે. જ્યારે આઝાદે સોનિયા ગાંધી સાથે વાતચીત કરી સંભવિત ગઠબંધન વિષે ચચર્િ કરી ત્યાં સુધીમાં માયાવતીએ જેડીએસ પ્રમુખ દેવગૌડાને ફોન કર્યો અને તેમણે ગઠબંધન કરવા માટે મનાવ્યા. ત્યાર બાદ માયાવતીએ સોનિયા ગાંધી સાથે વાત કરી અને જેડીએસને બહારથી સમર્થન આપવાની સલાહ આપી જેના પર સોનિયા ગાંધી માની ગયા.
ઉલ્લેખનીય છે કે, બીએસપી ભૂતકાળમાં કર્ણાટકમં જેડીએસ સાથે ગઠબંધન કર્યું હતું અને 20 બેઠકો પર ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો. ચૂંટણી પ્રચાર દરમિયાન માયાવતીએ પોતે જેડીએસના નેતાઓ સાથે મળીને રેલીઓ સંબોધી હતી. જોકે 2013ની સરખામણીએ બીએસપીનો વોટ શેર 1.16 ટકાથી ઘાટીને 0.3 ટકા રહી ગયો તેમ છતાં તે રાજ્યમાં પહેલીવાર એક બેઠક જીતવામાં સફળ રહી.

print

Comments

comments

VOTING POLL