કર્ણાટક મડાગાંઠ : જેડીએસ-કાેંગી દ્વારા રાજ્યપાલને સાેંપાયેલી યાદી

May 16, 2018 at 8:12 pm


કણાૅટક વિધાનસભાની ચૂંટણી માટેના પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ ત્રિશંકુ સ્થિતિ સજાૅયા પછી રાજ્યમાં સરકાર રચવાના ભાજપ અને જેડીએસ-કાેંગ્રેસ દ્વારા તમામ પ્રયાસાે શરૂ કરવામાં આવ્યા છે. સત્તા માટે સાંઠગાંઠનાે દોર જારી છે. રાજકીય ઘટનાક્રમના દોર વચ્ચે આજે સાંજે કાેંગ્રેસ અને જેડીએસના નેતાઆે રાજ્યપાલ વજુભાઈ વાળાને મળ્યા હતા. કાેંગ્રેસ અને જેડીએસ દ્વારા રાજ્યપાલને મળીને ધારાસભ્યો દ્વારા હસ્તાક્ષર કરવામાં આવેલા પત્રો સુપરત કર્યા હતા. રાજ્યપાલ વજુભાઈને મળ્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા જેડીએસના નેતા કુમારસ્વામીએ કહ્યું હતું કે, તેમની પાસે પુરતી સંખ્યામાં ધારાસભ્યો છે અને સરકાર રચવાની સ્થિતિમાં છે. બીજી બાજુ રાજ્યપાલ સમક્ષ કાેંગ્રેસના સભ્યો તરફથી પણ રજૂઆત કરવામાં આવી હતી. હવે વજુભાઈ વાળા કાયદાકીય નિ»ણાતાે સાથે વાતચીત કરીને અંતિમ નિર્ણય લે તેવી શક્યતા દેખાઈ રહી છે. ભારતીય જનતા પાટીૅ કણાૅટક વિધાનસભાની ચૂંટણીમાં સાૈથી મોટી પાટીૅ તરીકે ઉભરી હોવા છતાં બહુમતિ માટેના 112ના આંકડા સુધી પહાેંચી શકી નથી. આવી સ્થિતિમાં જટિલ સ્થિતિ સજાૅઈ ગઈ છે. વજુભાઈ વાળા વચગાળાના સ્પીકરની નિમણૂંક કરી શકે છે. કણાૅટકમાં આક્ષેપબાજીનાે દોર પણ હવે શરૂ થયો છે. ભાજપે આક્ષેપ કયોૅ છે કે, કણાૅટક સરકાર દ્વારા ફોન ટેપ કરવામાં આવી રહ્યાા છે. લોકસભાના સ્પીકરને ફરિયાદ પણ કરવામાં આવી છે. બીજી બાજુ રાજ્યપાલે ખાતરી આપી છે કે, બંધારણ મુજબ તેઆે કોઇ નિર્ણય લેશે. કાેંગ્રેસના નેતા ડીકે શિવકુમારે કહ્યું છે કે, અમને રાજ્યપાલમાં વિશ્વાસ છે. તેઆે અન્યાય કરશે નહીં. અમારી પાસે નંબર છે. કોઇ એક સÇય પણ બહાર નથી. કુમારસ્વામીએ કહ્યું હતું કે, અમને સરકાર રચવાની તક મળવી જોઇએ. અમારા ધારાસÇયો અકબંધ છે. રાજ્યપાલ સાથે બેઠક બાદ કુમારસ્વામીએ એમ પણ કહ્યું હતુ કે, અમે સ્થિર સરકાર બનાવવાની સ્થિતિમાં છે. બીજી બાજુ કાેંગ્રેસના નેતા અશોક ગેહલોતે કહ્યું હતું કે, લોકશાહીને બચાવવા માટે તમામ પ્રયાસાે કરવામાં આવશે. કુમારસ્વામીના કહેવા મુજબ રાજ્યપાલને 117 ધારાસÇયોની યાદી સાેંપી દેવામાં આવી છે. સરકાર રચવાના તેમના દાવા પર વિચારણા કરવા પણ કહેવામાં આવ્યું છે. કુમારસ્વામીનું કહેવું છે કે, જેડીએસ અને કાેંગ્રેસનું વલણ અકબંધ રહ્યું છે. વજુભાઈ વાળા કાયદાકીય નિ»ણાતાે સાથે વાતચીતમાં વ્યસ્ત બની ગયા છે. કણાૅટકમાં આક્ષેપબાજીનાે દોર હવે જોરદારરીતે જારી છે.

print

Comments

comments

VOTING POLL