કર્મચારીનગર નજીકથી વિદેશી દારૂ અને બિયરના જથ્થાે સાથે શખ્સ ઝડપાયો

August 2, 2018 at 12:23 pm


મધ્યરાત્રી બાદ ઝડપાયેલા શખ્સ પાસેથી કુલ રૂ.31,000નો મુદ્દામાલ જપ્ત કરી નાસી છુટેલા અન્ય એકને ઝડપી લેવા પોલીસે હાથ ધરેલી તજવીજ

શહેરના ફºલસર વિસ્તારના કર્મચારીનગરના નાકા નજીકથી પોલીસે વિદેશી દારૂ અને બિયર સાથે બાઇક પર નીકળેલા એક શખ્સને પોલીસે રૂપિયા 30,900ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. જયારે એક શખ્સ નાસી છુટયો હતો.
ડી.ડીવીઝન પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ શહેરના ફºલસર, કર્મચારીનગર વિસ્તારમાં ડી.ડીવીઝન પોલીસ કાફલો રાત્રી પેટ્રાેલીગમાં હતો ત્યારે કર્મચારીનગરના નાકા નજીકથી બાઇક પર નીકળે અજયસિંહ સખુભા રાયજાદા અને રણજીત રાયજાદા (રે.બન્ને ખાટડી, તા.ઘોઘા, જિ.ભાવ.)ને અટકાવી બાઇકની તલાશી લેતા બાઇકમાંથી વિદેશી દારૂની 12 બોટલ કિંમત રૂપિયા 3,600 અને 23 નંગ બિયરના ટીન કિમંત રૂપિયા 2,300ના મળી આવતા પોલીસે કુલ રૂપિયા 30,900ના મુદ્દામાલ સાથે અજયસિંહ સખુભાને ઝડપી લીધો હતો. જયારે રણજીત રાયદાજા નાસી છુટયો હતો. ઝડપાયેલા અજયસિંહની પુછપરછમાં વિદેશી દારૂ અને બિયરના ટીન ફºલસરનાં રહેતા મુકેશ પ્રાગજીભાઈ ચૌહાણ પાસેથી લાવ્યાની કબુલાત આપતા પોલીસે મુકેશ પ્રાગજીભાઈ ચૌહાણ અને નાસી છુટેલા રણજીત રાયજાદા વિરૂધ્ધ પ્રાેરિબીશમ હેઠળ ગુનો નાેંધી બન્નેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.

print

Comments

comments

VOTING POLL