કર્લીપુલ રેલ્વે ટ્રેક નીચે યુવાનની લાશ દોરડુ બાંધી લટકતી મળી આવી

April 21, 2017 at 2:07 pm


પોરબંદરના કર્લીપુલ સામે આવેલા રેલ્વેટ્રેકમાં દોરડું બાંધીને તેની નીચે જ યુવાને ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હોય તે પ્રકારની એક લાશ લટકતી મળી આવતા લેતા મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા અને મહામહેનતે મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે લવાયો હતો ત્યારે આ બનાવમાં તેણે આત્મહત્યા કરી છે ? કે કોઇએ હત્યા કરીને લટકાવી દીધો? તે અંગે ભારે રહસ્ય સર્જાયા છે.
બનાવની વિગત એવી છે કે, પોરબંદરના કર્લીપુલ રેલ્વે ટ્રેક નીચે વહેલી સવારે અજાણ્યા પચીસેક વર્ષના યુવાનનો મૃતદેહ દોરડું બાંધીને ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતા મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ ગયા હતા. પોલીસ અને ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા તેના અધિકારીઓ દોડી ગયા હતા. ઓમ ગ્રુપના પ્રમુખ સંજય માળી સહિત યુવાનોએ જીવના જોખમે પુલની નીચેથી આ યુવાનના મૃતદેહને મહામહેનતે ઉપર લીધો હતો.
લાશને બહાર કાઢવામાં આવ્યા બાદ તપાસ કરવામાં આવતા તેની ઓળખ જાહેર થઇ હતી જેમાં મરણજનારનું નામ કમલેશ રામભાઇ હોવાનું બહાર આવ્યું હતું. છાંયા વિસ્તારમાં રહેતો આ યુવાન પ્લાસ્ટર ઓફ પેરીસનું મજુરી કામ કરતો હોવાનું બહાર આવ્ું હતું. પોલીસની તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે, ગઈકાલે સાંજથી તે ગુમ હતો અને સવારે તેની લાશ ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતી જોવા મળી હતી. મરણજનાર કમલેશને સંતાનમાં એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. તેણે આત્મહત્યા શા માટે કરી? કે પછી કોઇએ તેને ગળાફાંસો ખાઇને કર્લીના પુલના રેલ્વેટ્રેક નીચે લટકાવી દીધો? તે અંગે પોલીસ દ્રારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.

એક શખ્સનો ત્રાસ હોવાનું જણાવાયું
લાશને પોસ્ટમોર્ટમ માટે ભાવસિંહજી હોસ્પિટલમાં લવાયા બાદ મરણજનાર યુવાનની પત્નીએ દેવાભાઇ નામની કોઇ વ્યકિતનું નામ આપીને પોલીસને જણાવ્યુ હતું કે, તેના દ્રારા કોઇ કારણોસર પતિ કમલેશને અસહ્ય ત્રાસ અપાતો હતો તેથી પોલીસે એ દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

લોકોનો અસહકાર આશ્ચર્યજનક
પોરબંદરમાં જયારે જયારે જાહેરમાં અકસ્માત, આપઘાતનો બનાવ બને છે ત્યારે લોકોના ટોળેટોળા એકત્ર થઇ જતાં હોય છે પરંતુ પોલીસ અથવા કાયદાની બીકે લાશને ઉપાડવા માટે પણ લોકો આગળ આવતા નથી ત્યારે મૃત્યુના આ બનાવમાં પણ લોકોનું ટોળુ મોટું એકઠું થયું હતું પરંતુ પુલથી નીચેથી લાશ ઉચકવામાં કોઇની આગળ આવવાની હીંમત હાલી નહીં. નીચેના ભાગે મોટી માત્રામાં આગીયાના ઝુંડ હોવાથી લાશને કાઢવા ગયેલા ઓમગ્રુપના પ્રમુખ સંજય માળી ઉપર આગીયાઓએ હત્પમલો કરતા તેને પણ ઇજાઓ થઇ હતી છતાં મૃતદેહને બહાર કાઢી લીધો હતો ત્યારે તેણે એવું જણાવ્યુ હતું કે, આવા બનાવમામાં લોકોનું ટોળું તમાસો જોવા એકઠું થાય છે પરંતુ મૃતદેહને બહાર કાઢવામાં ભાગ્યે જ મદદ કરે છે તે શરમજનક બાબત છે.

print

Comments

comments

VOTING POLL