કલમ 377 : સજાતિય સંબંધ મુદ્દે ફેંસલો સુપ્રીમ ઉપર છોડી દેવાયો

July 11, 2018 at 7:38 pm


સજાતિય સંબંધોને અપરાધની હદમાં રાખવામાં આવે કે કેમ તેને લઇને કેન્દ્ર સરકારે આ નિર્ણય સંપૂર્ણરીતે સુપ્રીમ કોર્ટ ઉપર છોડી દીધો છે. આજે આ મામલાની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે કલમ 377ના સંદર્ભમાં કોઇપણ વલણ અપનાવ્યું ન હતું અને કહ્યું હતું કે, 377ના સંબંધમાં સહમતિ સાથે પુખ્તવયના લોકોના સજાતિય સંબંધો અપરાધ છે કે કેમ તે અંગે કોર્ટ જ નિર્ણય કરી શકે છે. 377 હેઠળ આ કોઇ અપરાધ છે કે કેમ તે અંગે સુપ્રીમ કોર્ટ નિર્ણય લઇ શકે છે. એડિશનલ સાેલીસીટર જનરલ તુષાર મહેતાએ સરકાર તરફથી કહ્યું હતું કે, અમે 377ની કાયદેસરતાના મામલાને સુપ્રીમ કોર્ટ ઉપર છોડી રહ્યાા છીએ પરંતુ સુનાવણી માટેની હદ વધે છે કે સરકાર એફિડેવિટ દાખલ કરશે. ઇન્ડિયન પીનલ કોડ (આઈપીસી)ની કલમ 377ની બંધારણીય કાયદેસરતાને પડકાર ફેંકતી અરજીઆે ઉપર ચીફ જસ્ટિસ દિપક મિશ્રા, જસ્ટિસ આરએફ નરિમન, જસ્ટિસ એએમ ખાનવીલકર, જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રાની પાંચ જજની બેંચેે સુનાવણી હાથ ધરી હતી. આજે પણ આ મામલામાં સુનાવણી જારી રહી હતી. કોટેૅ કહ્યું હતું કે, જો બે પુખ્તવયના લોકો વચ્ચે પારસ્પરિક સહમતિ સાથે સંબંધો સ્થાપિત થાય છે તાે તેને અપરાધ તરીકે ગણી શકાય નહીં અને સાથે સાથે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટથી એવી અપીલ કરી હતી કે, સજાતિય લગ્ન, સંપિત્ત અને પૈત્રુક અધિકારો જેવા મુદ્દા ઉપર વિચારણા કરવામાં ન આવે કારણ કે, આનાથી અનેક પ્રતિકુળ પરિણામો આવશે. કેન્દ્રએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, બે પુખ્તવયના લોકો વચ્ચે સહમતિ સાથે બનાવવામાં આવેલા સંબંધો સાથે જોડાયેલી કલમ 377ની કાયદેસરતાના મુદ્દા ઉપર અમે કોર્ટના ઉપર નિર્ણય છોડી રહ્યાા છીએ. બીજી બાજુ સુપ્રીમ કોટેૅ કહ્યું હતું કે, તે પાેતે પણ આ બાબત પર વિચાર કરવા સુધી મર્યાદિત રહેશે કે કલમ 377 બે પુખ્તવયના લોકો વચ્ચે સહમતિથી બનાવવામાં આવેલા સંબંધોને લઇને ગેરબંધારણીય છે કે કેમ. કલમ 377 પર કેન્દ્ર સરકારે એફિડેવિટ મારફતે કોઇ પક્ષ ન મુકીને સમગ્ર નિર્ણય સુપ્રીમ કોર્ટ ઉપર છોડી દીધો છે. એડિશનલ સાેલીસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, 377 હેઠળ સહમતિ સાથે પુખ્તવયના લોકો વચ્ચે સજાતિય સંબંધો અપરાધ છે કે કેમ તે અંગે પાેતે નિર્ણય કરે. સુનાવણી દરમિયાન જો હદ વધે છે જેમ કે લગ્ન અથવા તાે લીવઇનનાે મામલો આવશે તાે અમે અલગથી એફિડેવિટ દાખલ કર્યું છે. અરજી કરનારના વકીલ મેનકા ગુરુ સ્વામીએ કહ્યું હતું કે, કલમ 377 એલજીબીપી સમુદાયના સમાનતાના અધિકારને ખતમ કરે છે. લેÂસ્બયન, ગે, બાઇસેક્સયુલ અને ટ્રાન્સજેર સમુદાયના લોકોને કોર્ટ, બંધારણ અને દેશથી સુરક્ષા મળવી જોઇએ. તેમણે કહ્યું હતું કે, સજાતિય સમુદાયના લોકો પ્રતિભામાં આેછા નથી અને આ સમુદાય સાથે જોડાયેલા લોકો આઈએએસ, આઈઆઈટી જેવી મુશ્કેલ પરીક્ષા પાસ કરી રહ્યાા છે. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રના વકીલે કહ્યું હતું કે, સુનાવણી કલમ 377ની બંધારણીયતા ઉપર જ મર્યાદિત રહેવી જોઇએ. બીજી બાજુ ચીફ જસ્ટિસે કેન્દ્રની રજૂઆત બાદ કહ્યું હતું કે, કલમ 377ની કાયદેસરતા ઉપર જ સુનાવણી થઇ રહી છે. અન્ય કોઇ અધિકાર ઉપર થઇ રહી નથી. બંધારણીય બેંચે કહ્યું હતું કે, 2013ના સુપ્રીમ કોર્ટના ચુકાદાને જુએ છે. 2013ના સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને ફગાવી દઇને કલમ 377 હેઠળ સજાતિય સંબંધોને અપરાધ તરીકે ગણાવીને ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો હતાે. પુખ્તવયના લોકો વચ્ચે બિનકુદરતી સંબંધોને અપરાધ તરીકે ગણાવીને ઝાટકણી કાઢવામાં આવી હતી. હાઈકોટેૅ અગાઉ બે પુખ્તવયના લોકો વચ્ચે સહમતિથી સંબંધોને અપરાધની શ્રેણીથી બહાર રાખવાનાે ચુકાદો આÃયો હતાે જેને સુપ્રીમ કોટેૅ બદલી નાંખ્યો હતાે.

print

Comments

comments

VOTING POLL