કલેકટર કચેરીનાં બગીચામાં દુકાનથી મોટી કેબિન રાતો-રાત ઉભી થઈ ગઈ

September 14, 2018 at 3:36 pm


રસ્તા પર જો કોઈ નાની કેબિન ખડકાઈ જાય તો પણ લાવ-લશ્કર લઈ તંત્ર વાહકો પહાેંચી જતાં હોય છે પરંતુ નવી કલેકટર કચેરીના બગીચામાં ગઈકાલે રાત્રે 25બાય 15 ફૂટની વિશાળ કેબિન લગાવી દેવામાં આવી છે. ગઈકાલે સાંજે અમે આેફિસથી ઘેર ગયા ત્યારે અહી કશું ન હતું અને રાતો-રાત કેબિન કયાંથી આવી ગઈ ં તેવા સવાલો ખૂદ કલેકટર કચેરીના અધિકારીઆે અને કર્મચારીઆે એકબીજાને પૂછી રહ્યા હતાં.

અગાઉ રાજકોટમાં જયારે કલેકટર તરીકે ડો.વિક્રાંત પાંડે હતા ત્યારે તેમને ગાેંડલ તાલુકાના સુલતાનપુર ગામની સખીમંડળીને કેબિન માટે મંજૂરી આપી હતી અને બેન્કર્સ કલબના ખૂણે કલેકટર કચેરીના કંપાઉન્ડમાં કેબિન રાખવા લેખિતમાં સૂચના આપી હતી. બાદમાં મંડળીના સંચાલકોએ જી.ટી.શેઠ હોસ્પિટલ તરફના કલેકટર કચેરીના ગ્રાઉન્ડમાં જગ્યા ફાળવવાની માંગણી કરી હતી જે મંજૂર રહી છે પરંતુ સંચાલકોએ બગીચામાં કેબિન ગોઠવી દીધી છે. કલેકટર કચેરીના સ્ટાફ અને અરજદારોની સાથો-સાથ જાહેર પ્રજામાંથી પણ વેપાર મળે તે માટે કેબિનનું એક કાઉન્ટર કલેકટર કચેરી તરફ અને બીજું કાઉન્ટર રસ્તા તરફ રાખી દેવાયું છે.

ફાઈબરની બનાવેલી આ કેબિનમાં રાતો-રાત ઈલેકટ્રીક કનેકશન પણ આવી ગયું છે. કેબિનના આ ઈસ્યુ સંદર્ભે અધિક કલેકટર પરિમલ પંડયાનો સંપર્ક સાંધતા તેમણે જણાવ્યું હતું કે, અગાઉ આ દરખાસ્ત મંજૂર થઈ છે પરંતુ કેબિન ગોઠવતા પહેલા કોઈએ અમારો સંપર્ક સાંધ્યો નથી, મે મંડળીના સંચાલકને રૂબરૂ બોલાવ્યા છે અને ભાડા સહિતની બાબતો હવે નકકી થશે.

print

Comments

comments

VOTING POLL