કલેકટર કાલે ધોરાજી, ગોંડલ અને જેતપુરમાં રસ્તાના કામોનું ચેકિંગ કરશે

September 13, 2017 at 12:46 pm


ધોરાજી, ગોંડલ, જેતપુર, ભાયાવદર માટે કરોડો પિયા રસ્તાના કામો અંગે મંજૂર કયર્િ બાદ આ તમામ સ્થળોએ કામ શ થઈ ગયા છે. રસ્તાનું કામ બરાબર ચાલે છે કે કેમ અને ગુણવત્તા કેવી છે ? તેની ચકાસણી કરવા માટે જિલ્લા કલેકટર ડો. વિક્રાંત પાંડે આવતીકાલે આ તમામ શહેરોની વિઝીટ કરનાર છે.
સુત્રોના જણાવ્યા મુજબ જે શહેરમાં રસ્તાનું કામ ધીમી ગતિએ ચાલતું હોવાનું જણાશે અથવા તો ગુણવત્તામાં નબળાઈ જોવા મળશે તો તેવા કિસ્સામાં તાત્કાલીક ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવશે. કલેકટરની આ ચાર શહેરોની મુલાકાતના સંદર્ભે પુરતો પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવશે.

print

Comments

comments

VOTING POLL