કલ્યાણપરની મારામારીમાં સામસામી ફરીયાદ

May 16, 2018 at 10:52 pm


ભુજમાં પુજારી ઉપર અને ખારીરોહરમાં મહિલા ઉપર હુમલો, પાેલીસે તપાસ શરૂ કરી

નખત્રાણા તાલુકાના કલ્યાણપરમાં થયેલી મારામારીમાં સામ-સામી ફરીયાદ નાેંધાય છે. બીજા બનાવમાં ભુજમાં મંદિરના પુજારી ઉપર હુમલો અને ગાંધીધામ તાલુકાના ખારીરોહરમાં મહિલા ઉપર હુમલો કરવામાં આવ્યો હતાે.

પાેલીસે વિગતાે આપતાં જણાવ્યું હતું કે, નખત્રાણાના કલ્યાણપરમાં મામદ હુસેન અદ્રેમાન સમેજા (રહે. કલ્યાણપર) ઉપર આરોપી નુરમામદ જાકબ મેર, અભાસ જાકબ મેર, જાકબ સાલેમામદ મેરેે હુમલો કરીને માર માયોૅ હતાે. વચ્ચે પડનાર મામદ હુસેનના ભાઈને પણ માર મારવામાં આવ્યો હતાે. આ મારામારી ગાળો બાેલવાની ના પાડતા થઈ હતી. તાે સામા પક્ષે નુરમામદ જાકબ મેરે ફરીયાદ નાેંધાવી છે કે, જુસબ આમદ સમેજા, મામદ અદ્રેમાન સમેજા અને ગુલામ હુસેન અદ્રેમાન સમેજાએ હુમલો કરી માર માયોૅ હતાે.

બીજા બનાવમાં ભુજમાં હનુમાન મંદિરના પુજારી કાંતિગીરી નાનાગીરી ગાેસ્વામી (ઉ.વ.પર) ઉપર મંદિરમાં ઘુસીને વિજયરમેશગીરી, મેશ ઉફેૅ કાલો અને સંજય શાંતિિગરિએ હુમલો કરીને ઈજાઆે પહાેંચાડી હતી.

ત્રીજા બનાવમાં ગાંધીધામ બી ડિવિઝન પાેલીસે વિગતાે આપતાં જણાવ્યું હતું કે, ખારીરોહરમાં હલીમાબેન સીદીક હાસમ છરેચા (ઉ.વ.3પ) ઉપર હનીફ કાસમ નીગમણા, ઈમરાન હનીફ નિગામણા, ગુલામ કાસમ નિગામણા, ઈલીયાસ ગુલામ નિગામણા, દાઉદ કાસમ નિગામણા, હાસમ છરેચા, ઈસા કાસમ છરેચા અને ઈશાક છરેચાએ હુમલો કરીને ઈજાઆે પહાેંચાડી હતી. પાેલીસે ગુનાે નાેંધી તપાસ હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL