કલ્યાણપુર પંથકમાં ઝડપાઇ રૂા. 12.9 લાખની વિજચોરી

May 19, 2017 at 2:08 pm


દ્વારકા સબ ડિવીઝન હેઠળ આવતા કલ્યાણપુર પંથકમાં આજે વહેલી સવારથી ચેકીગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી, પીજીવીસીએલની જુદી જુદી 33 ટુકડીઆે દ્વારા કલ્યાપુર તાલુકાના ગામડાઆેમાં વિજ ચેકીગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, આ કામગીરી દરમ્યાન કુલ પ33 કનેકશનો ચેક કરવામાં આવ્યા હતા, જેમાં 109 વિજ કનેકશનોમાં ગેરરીતિ જણાતા રૂા. 1ર.9 લાખની દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી, કાર્યવાહીમાં કોઇ અનીચ્છનીય બનાવ ન બને તે માટે એકસ આર્મી અને પોલીસ જવાનોનો બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો.

આજે વહેલી સવારથી જ ચેકીગ ડ્રાઇવ હેઠળ કલ્યાણપુર સબ ડીવીઝન હેઠળ આવતા ગામડાઆેમાં પીજીવીસીએલની ટીમ વિજચોરી અટકાવવા વિજચોરો પર ત્રાટકી હતી, જુદી જુદી 33 વિજ ટુકડીઆે દ્વારા ખેતીવાડી અને ઘર વપરાશના વિજ કનેકશનો ચેક કરવામાં આવ્યા હતા. આજે હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં કુલ રૂા. 12.9 લાખની વિજચોરી ઝડપી પાડવામાં આવી હતી, પીજીવીસીએલની ટીમ સાથે કોઇ અનીચ્છનીય બનાવ ન બને તે માટે 19 એકસ આર્મી અને 18 પોલીસ જવાનોનો બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો તેમજ બે વિડીયોગ્રાફરોની મદદથી ચેકીગની કાર્યવાહીની વિડીયોગ્રાફી પણ કરાવવામાં આવી રહી છે. વહેલી સવારથી જ વિજટીમોએ ધામા નાખતા વિજચોરોમાં ફફડાટ ફેલાયો છે.

નાેંધનીય છે કે હાલારમાં અવાર નવાર વિજચોરી અટકાવવા ચેકીગની કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને મોટાપાયે વિજચોરી ઝડપાતી હોય છે. થોડા દિવસો અગાઉ જામનગર શહેર અને ગામડાઆેમાં વિજ ચેકીગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને લાખો રૂપીયાની વિજચોરી ઝડપી પાડવામાં આવી હતી.

print

Comments

comments

VOTING POLL