કસ્તુરબા માર્ગ, શ્રોફ રોડ અને વિધાનગર મેઈન રોડ પર ૧૪૪ બિલ્ડિંગને ફાયર સેફટીની નોટિસ

February 3, 2018 at 4:13 pm


રાજકોટ મહાનગરપાલિકાની ફાયરબ્રિગેડ શાખા દ્વારા તાજેતરમાં કસ્તુરબા માર્ગ અને શ્રાેફ રોડ તેમજ સાધુ વાસવાણી માર્ગ અને રૈયા રોડ, રેસકોર્સ રિ»ગરોડ સહિતના પોશ વિસ્તારોમાં આવેલા હાઈરાઈઝડ બિલ્ડિંગમાં ફાયર સેફટીની ચકાસણી કરવામાં આવી હતી પરંતુ આòર્યજનક રીતે આ વિસ્તારના અનેક બિલ્ડિંગોમાં ફાયર સેફટીની કોઈ સુવિધાઆે જોવા મળી ન હતી. આ ઉપરાંત વિદ્યાનગર મેઈન રોડ પરની હોસ્પિટલોમાં પણ ફાયરસેફટીની કોઈ સુવિધા ન ન હતી તેવું ધ્યાને આવ્યું હતું. કુલ 295 સ્થળોએ તપાસ કરી 144 હોસ્પિટલો સહિતના સંકુલોને નોટિસો ફટકારવામાં આવી હોવાનું ફાયરબ્રિગેડના વતુર્ળોએ જણાવ્યું હતું.

વધુમાં ફાયરબ્રિગેડ શાખાના વતુર્ળોએ જણાવ્યું હતું કે આકાશવાણી માર્ગ પર ગેલેક્સી એપાર્ટમેન્ટ, પંડિત એપાર્ટમેન્ટ, આદિનાથ ટાવર, તક્ષશિલા એ,બી,સી,ડી,ઈ સોસાયટી, શ્રાેફ રોડ પર સૂરજ-1,2 અને સૂરજ ‘એ’ એપાર્ટમેન્ટ, ચૌધરી હાઈસ્કૂલ ચોકમાં મહારાજા એપાર્ટમેન્ટ, શ્રાેફ રોડ પર પ્રયાગ એ, ચાણક્ય એ,બી,સી સહિતના એપાર્ટમેન્ટ તેમજ સાધુ વાસવાણી રોડ પર આલાપ ગ્રીન સિટી સામે આવેલા શ્યામલ વટિર્ક્સ ફલેટસ સહિતનાઆેને ફાયર સેફટીની નોટિસો ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત વિદ્યાનગર મેઈન રોડ પર આવેલી લગભગ તમામ હોસ્પિટલોમાં ફાયર સેફટીની સુવિધા જોવા મળી ન હોય આ તમામને નોટિસ ફટકારવામાં આવી હતી.

print

Comments

comments

VOTING POLL