કાતિલ ઠંડી વચ્ચે શહેરમાં તાવ-શરદી-ઉધરસ સહિતના 541 કેસ

January 11, 2017 at 3:34 pm


રાજકોટ શહેરમાં હાલ શિયાળાની કાતિલ ઠંડી વચ્ચે તાવ, શરદી અને ઉધરસના 541 કેસ નોંધાયાનું મહાપાલિકાના હેલ્થ રિપોર્ટમાં જાહેર કરાયું છે. તાપમાનનો પારો નીચે ઉતરતાની સાથે જ બિમારીનો પારો ઉપર ચડવા લાગ્યો છે. હાલ સિઝનની સૌથી વધુ ઠંડી વચ્ચે શહેરમાં ઘરે-ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે ઠંડીની ઋતુમાં પણ ટાઈફોઈડ અને મેલેરિયાના કેસ મળી આવ્યા છે.
વિશેષમાં ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડો.પી.પી.રાઠોડે જણાવ્યું હતું કે, શરદી, ઉધરસ, તાવના 347 કેસ, ન્યુમોનિયાના 4 કેસ, ઝાડા-ઊલટીના 139 કેસ, ટાઈફોઈડના 2 કેસ, મેલેરિયાનો 1 કેસ, મરડાના 7 કેસ, અન્ય તાવના 39 કેસ, કમળાના 2 કેસ મળી આવ્યા છે. આ મુજબ છેલ્લા એક સપ્તાહમાં કુલ 541 કેસ નોંધાયા છે. તેમણે ઉમેર્યું હતું કે મચ્છરજન્ય રોગચાળો નાથવા માટે 336 સંકુલોમાં ચેકિંગ કરી 115 સંકુલોને નોટિસ અપાઈ હતી. આ ઉપરાંત ખોરાકજન્ય રોગચાળો નાથવા માટે કુલ 139 હોટેલ, રેસ્ટોરન્ટ અને રેંકડીઓમાં ચેકિંગ કરી 991 કિલો અખાદ્ય પદાર્થના જથ્થાનો નાશ કરાયો હતો. 14 ધંધાર્થીઓને નોટિસ અપાઈ હતી અને ચાર સ્થળેથી સેમ્પલ લેવામાં આવ્યા હતાં.

print

Comments

comments

VOTING POLL