કામ કરવાનું પ્લાનિંગ કરવાથી તેને કરવાનો ઉત્સાહ ઘટે છે…..
ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીમાં થયેલા સંશોધનમાં સેલિન માલ્કોક નામના નિષ્ણાંતે કહ્યું હતું કે જે સમયે વ્યક્તિ મોજમસ્તીના સમયમાં કાપ મૂકે છે કે આનંદ અને મોજ માણવાના સમયને મર્યાદિત કરે છે તો તે સમયે જ તેનો આનંદ ઓછો થઈ જાય છે. જો તમારી પાસે કોઈ ફાજલ સમય હોય તો તેમાં કયાં કયાં કાર્યો કરવાં છે તેનું રફ સમયપત્રક નક્કી કરો. તેમણે સલાહ આપી હતી કે જો ફાજલ સમય રહેશે તો સાંજે ૬ કલાકે આ કામ કરીશ તેવું નક્કી કરવાને બદલે ફલાણું કામ પૂરું થયા પછી બીજું કામ કરીશ અને તે પૂરું થયા પછી આ કાર્ય કરીશ તે રીતે તેનું રફ આયોજન કરો. થોડી થોડી વારે રૂમમાં આમથી તેમ લટાર મારવાથી વ્યક્તિ બંધન અવસ્થા અનુભવે છે.
કોઈપણ કાર્ય કરવા માટે વ્યક્તિએ વર્તમાનમાં જીવવું જોઈએ. કાલે આમ કરીશ કે તેમ કરીશ તેવું નક્કી કરવાથી તેવાં કામનો બોજ અગાઉથી જ રહેવા લાગે છે, જ્યારે સમયનું દબાણ ન હોય ત્યારે ભવિષ્યમાં કરવાનાં કામની જાણકારીનો આનંદ પણ તમને અગાઉથી મળવા લાગતો હોય છે, હવે પછી કયું કામ કરવાનું છે તેનો રોમાંચ અને આનંદ તમને અગાઉથી થવા લાગે છે. સંશોધકોએ તો ત્યાં સુધી કહ્યું છે કે ઓફિસમાં કોઈ કામ કરવા માટેની મિટિંગો અને રેગ્યુલર એપોઇન્ટમેન્ટ્સ એ તે કાર્યની ઉત્પાદકતાની દુશ્મન છે. કોઈપણ કાર્ય અગાઉથી નક્કી કરવાથી તેનો પ્રોગ્રેસ અને ઉત્પાદકતા સ્થગિત થઈ જાય છે. ફાજલ સમયમાં તમારા હાથ પરના પ્રોજેક્ટ પર ફોકસ કરો.