કારનું વેચાણ ધીમું પડયું: પેસેન્જર વાહનોમાં વૃદ્ધિ

February 13, 2018 at 2:14 pm


યુટિલિટી વ્હિકલના અત્યાર સુધીમાં જોવાયેલા બીજા સૌથી ઉંચા વેચાણને પગલે જાન્યુઆરીમાં સ્થાનિક પેસેન્જર વાહનોનું વેચાણ ૭.પ૭ ટકા વધી ર,૮પ,૪૭૭ યુનિટસ નોંધાયું હતું. જોકે સમીક્ષાના સમયગાળા દરમિયાન કારનું વેચાણ ૧.રપ ટકા ઘટી ૧,૮૪,ર૬૪ યુનિટસ નોંધાયું હતું. સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેકચરર્સ (એસઆઇએએમ)ના આંકડા અનુસાર પેસેન્જર વાહનોનું વેચાણ ગયા વર્ષે સમાન સમયગાળા દરમિયાન ર,૬પ,૩૮૯ યુનિટસ હતું. ગયા વર્ષના સમાન સમયગાળાના ૬ર,ર૬૩ યુનિટસની તુલનાએ જાન્યુઆરીમાં યુટિલિટી વાહનોનું વેચાણ ૩૭.૮૮ ટકા વધીને ૮પ,૮પ૦ યુનિટસ નોંધાયું હતું. આ અગાઉ ગત વર્ષે જુલાઇમાં યુટિલિટી વાહનોનું વેચાણ ૮૬,૮૭૪ યુનિટસ ઉંચી સપાટીએ રહ્યું હતું. જાન્યુઆરીમાં માર્કેટ લીડર મારુતિ સુઝુકીએ સ્થાનિક પેસેન્જર વેહિકલ સેગમેન્ટમાં ૪.૦પ ટકાની વૃદ્ધિ સાથે ૧,૩૯,૧૮૯ યુનિટસનું વેચાણ નોંધાવ્યું હતું.
હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાએ ૮.૩૧ ટકાની વૃદ્ધિ સાથે ૪પ,પ૦૮ યુનિટસનું વેચાણ નોંધાવ્યું હતું. ટુ–વ્હીલરનું વેચાણ વર્ષ અગાઉના સમાન સમયગાળાના ૧ર,૬ર,૧૪૦ યુનિટસની તુલનાએ જાન્યુઆરી મહિનામાં ૩૩.૪૩ ટકા વધી ૧૬,૮૪,૦૬૬ યુનિટસ નોંધાયું હતું.
શહેરી ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં મોટરસાઇકલની જોવાયેલી મજબૂત માગને કારણે એકંદર વેચાણમાં વધારો થયો હતો. મોટરસાઇકલનું વેચાણ જાન્યુઆરી ર૦૧૭ની તુલનાએ ર૮.૬૪ ટકા વધી ૧૦,પ૪,૦૬ર યુનિટસ રહ્યું હતું

print

Comments

comments

VOTING POLL