કાર્યકર્તાઓને મુલાયમ ધરપત: ન પાર્ટી તૂટવા દઈશ, ન ચૂંટણી ચિન્હ બદલાશે

January 11, 2017 at 2:49 pm


સમાજવાદી પાર્ટીમાં ચાલી રહેલા ધમાસાણ વચ્ચે લખનૌના પાર્ટી કાર્યાલયમાં ફરી રાજકીય ગણિત મંડાયા છે. મુલાયમ સિંહ અને શિવપાલ યાદય પાર્ટી ઓફિસ પહોંચ્યા હતા. બંને નેતાઓએ પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી. લખનૌમાં પાર્ટી કાર્યકર્તાઓ વચ્ચે મુલાયમ સિંહ યાદવએ સ્પીચ આપી હતી. મુલાયમે કહ્યું કે ‘મેં બહુ સંઘર્ષનો સામનો કરીને સમાજવાદી પાર્ટી બનાવી છે. હું તેને તૂટવા નહીં દઉં. પાર્ટીની એકતામાં કોઈ બાધારૂપ ન બને.

તેમણે વધુમાં કહ્યું હતું કે પાર્ટીની એકતા માટે અમે તમામ શક્ય પગલાં ભર્યા છે, જે હતું એ બધું આપી દીધું છે. આડકતરી રીતે અખિલેશ જૂથ પર નિશાન સાધતા કહ્યું કે પાર્ટી ખૂબ જ સંઘર્ષથી બની છે અને અમે ન તો અલગ પાર્ટી બનાવી રહ્યા છીએ કે ન તો પાર્ટી સિમ્બલ બદલાવી રહ્યા છીએ. એ લોકો પાર્ટી બનાવી રહ્યા છે.

print

Comments

comments

VOTING POLL