કાલથી ગરબા-2017નો પ્રારંભ: ખેલૈયાઓમાં થનગનાટ

September 20, 2017 at 3:50 pm


આવતીકાલથી નવલી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે અને રાજકોટના યુવાહૈયાના સૌથી પ્રિય એવા ગરબા-2017નો પણ આવતીકાલથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ખેલૈયાઓમાં બામ્બુ બિટ્સના તાલે ઝૂમી ઉઠવા માટે થનગનાટ જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેરનું નંબર આયોજન આજકાલ ગરબા-2017 છે, ‘આજકાલ’ અને પાર્થરાજ કલબના સંયુકત આયોજનથી યોજાઈ રહેલા આ નવરાત્રી મહોત્સવમાં જોડાવા માટે ખેલૈયાઓ માટે આ વખતે બમણો ઉત્સાહ દેખાડયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેલૈયાઓએ નવરાત્રી ઉજવવા માટે પ્રથમ પસંદગી આ નવરાત્રી મહોત્સવ ઉપર ઉતારતા આયોજકોનો ઉત્સાહ પણ બેવડાયો છે. આવતીકાલે 8-30 કલાકે માતાજીની આરતી સાથે નોરતાનો પ્રારંભ થશે. આ આયોજન વધુને વધુ શ્રેષ્ઠ બને તે માટે પ્રયાસો શ થઈ ગયા છે. ખેલૈયાઓની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને આ વખતે વિરાણી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં પ્લેઈંગ એરીયા વધુ વિશાળ બનાવાયો છે.

છેલ્લા સાત સાત વર્ષથી રાજકોટની ઉત્સવ પ્રિય પ્રજા નવરાત્રી દરમિયાન જેને એકી અવાજે વખાણી રહી છે તે તેવા આજકાલ આયોજિત નવરાત્રી મહોત્સવનું સતત આઠમા વર્ષે ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે પણ યુવાધનમાં પ્રિય એવા વિરાણી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં આજકાલ અને પાર્થરાજ કલબના ઉપક્રમે બામ્બુ બિટસ નવરાત્રી મહોત્સવ ‘ગરબા-2017’ યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત થતાંની સાથે જ ગરબા પ્રિય યુવક-યુવતીઓમાં થનગનાટ વ્યાપી ગયો છે અને પાસના બુકીંગ માટે દોડતા થઈ ગયા હતા.
છેલ્લા સાત સાત વર્ષથી સૌરાષ્ટ્ર-કચ્છમાં નંબર-1 નવરાત્રી મહોત્સવનું બિદ પામેલા આ નવરાત્રી મહોત્સવમાં આ વર્ષે પણ અનેક નવા આકર્ષણો ઉમેરાશે. આજકાલ નવરાત્રી મહોત્સવ શહેરનું એકમાત્ર આયોજન છે જ્યાં રાજકીય પક્ષના નેતાઓ, ઉચ્ચ સરકારી અધિકારીઓ, ઉદ્યોગપતિઓ, બિલ્ડરો, ડોકટરો તેમજ અન્ય પ્રતિષ્ઠિત નાગરિકો પોતાના પરિવાર સાથે આવે છે અને નવરાત્રી મહોત્સવ માણે છે.
વિરાણી હાઈસ્કૂલનું ગ્રાઉન્ડ ખેલૈયાઓનું માનીતું છે અને અહીં રમવા મળે તો ખેલૈયાઓ જંગ જીત્યા જેવું ગૌરવ અનુભવે છે. ‘આજકાલ’ શહેરના યુવા ધનને આ ગ્રાઉન્ડ ઉપર નવરાત્રી ઉજવવાની સોનેરી તક આપતું રહ્યું છે અને આ વખતે પણ તા.21મી સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી આ ગ્રાઉન્ડમાં નવા આકર્ષણો સાથે ગરબા-2017 ઉજવાશે. આ આયોજનને સફળ બનાવવા માટે ‘આજકાલ’ની ટીમ તેમજ પાર્થ ગઢવી અને રાજ ગઢવી જહેમત ઉઠાવી રહ્યા છે.

વિરાણી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં અદ્ભુત ડેકોરેશન, સાઉન્ડ સિસ્ટમ, સુંદર બેઠક વ્યવસ્થા, ટાઈટ સિકયોરીટી અને કેન્ટીનની સુવિધા સાથે ટ્રેડિશ્નલ અને કલરફુલ વાતાવરણ વચ્ચે આ નવરાત્રી ઉજવાશે. ખેલૈયાઓનું માનીતું બામ્બુ બિટસ ઓરકેસ્ટ્રા આ વખતે પણ ધુમ મચાવશે. ખેલૈયાઓનો માનીતો સુજલ આ વખતે પણ એન્કરીંગમાં કમાલ દેખાડશે.
આ નવરાત્રી મહોત્સવ માટે પાસના બુકીંગ માટે ખેલૈયાઓએ બેવડો ઉત્સાહ દેખાડી રહ્યા છે અને પાસના બુકીંગ માટે પડાપડી કરી રહ્યા છે. આ નવરાત્રી મહોત્સવમાં સ્પોન્સરશીપ માટે પણ મોટી મોટી કંપ્નીઓએ રસ દાખવ્યો છે અને આયોજનમાં સહભાગી થવા માટે તૈયારી દશર્વિી છે. ખેલૈયાઓને પોતાના પાસ માટે પાર્થ વિવાહ કલેકશન 150 ફુટ રીંગ રોડ, ગીરીરાજ હોસ્પિટલ સામે (મો.98798 79719, 99789 08454) તથા ધનરજની બિલ્ડીંગ, પહેલો માળ, ડો.યાજ્ઞિક રોડ, રાજકોટ (મો.નં.98242 49094) અને યુજીએફ-13 પ્રમુખ સ્વામી આર્કેડ, માલવીયા ચોક, મેટ્રો શોમની બાજુમાં (પ્રશાંત ઉકાણી-96878 00002) નો સંપર્ક કરીને પાસ મેળવી શકાશે. આ નવરાત્રી મહોત્સવમાં દર વખતે જુદી જુદી કંપ્નીઓ પોતાની પ્રોડકટની જાહેરાત કરતી હોય છે. સ્પોન્સરશીપ માટે મો.99798 50589નો સંપર્ક કરી શકાય છે.

print

Comments

comments

VOTING POLL