કાલથી પવિત્ર શ્રાવણ માસનો શુભારંભઃ શિવભક્તોમાં હરખની હેલી

August 11, 2018 at 11:14 am


જામગર સહિત સમગ્ર હાલારમાં આવતીકાલથી ભગવાન શંકરના ભક્તોનો શ્રાવણ માસ શરૂ થઇ રહ્યાે છે, શિવમંદિરોમાં અનેક શણગારના કાર્યક્રમોનું આયોજન થયું છે, ખાસ કરીને દ્વારકાના ચાર ધામ પૈકીના નાગેશ્વર મંદિરમાં હજારો ભક્તો દેશ-વિદેશમાંથી આવે છે અને મહાદેવને નમન કરે છે ત્યારે શહેરના સિધ્ધનાથ, નાગેશ્વર, ભીડભંજન, કાશી વિશ્વનાથ સહિતના અનેક મહાદેવના મંદિરોમાં બમ બમ ભોલેનો નાથ ગુંજી ઉઠશે અને હાલાર શિવમય બની જશે. આવતીકાલે જામનગર શહેરના વિવિધ શિવમંદિરો જેવા કે પ્રતાપેશ્વર, હજારેશ્વર, નર્મદેશ્વર, તપેશ્વર, બેડેશ્વર, રામેશ્વર, ઇચ્છેશ્વર, ગંગેશ્વર જેવા મંદિરોમાં ભક્તો બીલીપત્રો અને દૂધ અર્પણ કરીને મહાદેવને રીઝવવા પ્રયત્ન કરશે, કેટલાક મંદિરોમાં મહાદેવને તલ અને શેરડીનો રસ અર્પણ કરવામાં આવશે, અનેક મંદિરોમાં લઘુરૂદ્ર, 108 બીલ્વપત્ર અર્પણ, મહાઆરતી, બરફના શિવ દર્શન, સત્સંગ મંડળ, મહાદેવના વિવિધ શણગાર, મંડળ, મહાલઘુરૂદ્ર યજ્ઞ, અન્નકોટ દર્શન, મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, સવારના પ વાગ્યાથી મોડી રાત્રિના બાર વાગ્યા સુધી અનેક શિવમંદિરોમાં વિશિષ્ટ કાર્યક્રમો યોજાશે અને ભક્તો મંદિરોમાં બમ બમ ભોલેનો નાદ લગાવશે.

ગામડાની વાત લઇએ તો લાલપુર પાસે ભોળેશ્વર, કિલેશ્વર, ભાણવડ પાસે ઇન્દેશ્વર, બિલેશ્વર, જોડિયા પાસે કંકેશ્વર, ખંભાળીયામાં રામનાથ, ખીમરાણામાં ખીમેશ્વર, ભવનાથ, કાલાવડમાં કલ્યાણેશ્વર અને કુંભેશ્વર, ફલ્લામાં તપેશ્વર, દ્વારકામાં ભડકેશ્વર અને વડાળામાં પ્રગટેશ્વર સહિતના મંદિરોમાં ભગવાન શિવને નમન કરવા માટે ભક્તો આજીજી કરશે, કેટલાક ભક્તો આખો મહિનો ઉપવાસ અને એકટાણા કરશે તેમજ રૂદ્રી પાઠ પણ કરશે, આ મહિનામાં ગાયોને નીણ અને બ્રû ભોજન તેમજ વં દાન કરવાથી પૂÎય મળે છે. જામનગરમાં વર્ષોથી સિધ્ધનાથ, નાગેશ્વર, કાશીવિશ્વનાથ અને ભીડભંજનનો અપાર મહિમા છે, મંદિરોમાં બરફના શિવલીગ, ગુફા, વિશિષ્ટ શણગાર તથા દર્શન કરવા લોકો ઉમટી પડે છે, શ્રાવણ માસમાં ભગવાનને પળ પણ ધરાવવામાં આવે છે, દેવાધિદેવ મહાદેવનો આ મહિનો પ્રિય હોય, લોકો આ મહિનામાં ભગવાનની પૂજા-અર્ચના કરીને પૂÎયનું ભાથું બાંધે છે, જોડિયાના કનકેશ્વર મહાદેવ મંદિર અને ખંભાળીયાના રામનાથ અને ખામનાથ મંદિરમાં શ્રાવણ માસમાં લોકમેળા ભરાય છે, તેવી જ રીતે છઠ્ઠથી દસમ સુધી જામનગરમાં પણ લોકમેળા ભરાય છે, અગાઉ તો રંગમતી-નાગમતી નદીના પટમાં લોકો નૌકાવિહાર પણ કરતા હતા, હવે નદીમાં પાણી ન રહેવાને કારણે શક્ય બનતું નથી. જામનગર સહિત આવતીકાલથી દેવાધિદેવને રીઝવવા શિવભક્તો નમન કરીને પુષ્પ અને બીલીપત્ર ચઢાવશે, અનેક મંદિરોમાં વિશિષ્ટ આયોજનનો લાભ લેશે, ગામડામાં નદી કિનારે સ્નાન કરીને ભક્તો મહાદેવના મંદિરે દર્શન કરવા જાય છે.

print

Comments

comments

VOTING POLL