કાલથી ફૂટબોલ મહાકુંભ ફીફા વર્લ્ડકપ-2018નો પ્રારંભ

June 13, 2018 at 6:16 pm


રશિયામાં આયોજિત ફીફા વર્લ્ડકપ-2018નો આવતીકાલથી પ્રારંભ થશે. આ વર્લ્ડકપમાં ભારત સિવાય દુનિયાની 32 ટીમો મેદાને ઉતરશે. ફૂટબોલના આ મહાકુંભમાં દરેક ટીમનો એક જ લક્ષ્યાંક વર્લ્ડકપ જીતવાનો રહેશે. 21મો ફીફા વર્લ્ડકપ 14 જૂન 2018થી 15 જૂલાઈ સુધી રમાશે. દુનિયાભરના ફૂટબોલ પ્રેમીઆે આ મહામુકાબલાની આતૂરતાથી રાહ જોઈને બેઠા છે. છેલ્લા પાંચ વિશ્વકપથી દર વખતે ફૂટબોલ વર્લ્ડકપમાં એક નવી ટીમ ખીતાબ જીતી રહી છે પરંતુ આ વખતે કોણ જીતશે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે પરંતુ અમુક ટીમો આ વખતે પણ જીતવા માટે પ્રબળ દાવેદાર છે.
* બ્રાઝીલ
જો હાલના વિશ્વમાં નવા ચેિમ્પયનની વાત કરવામાં આવે તો સૌથી પહેલાં ગત વિશ્વકપમાં રનર્સ અપ રહેલી બ્રાઝીલનું નામ આવે છે કેમ કે બ્રાઝીલ પોતાની શરૂઆત ત્યાંથી જ કરશે જ્યાંથી તેણે વર્ષ 2014માં ખતમ કર્યું હતું. વર્ષ 2014માં જર્મનીએ બ્રાઝીલને તેની જ ધરતી પર હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ પહેલાં બ્રાઝીલ પાંચ વખત આ ખિતાબ પોતાના નામે કર્યો છે. આવામાં જો વર્ષ 2018નો ખિતાબ બ્રાઝીલ જીતી લે તો કોઈ મોટી વાત નહી હોય.
* સ્પેન
ગત વિશ્વકપ એટલે કે 2014માં સ્પેન ખરાબ પ્રદર્શનને પગલે નોકઆઉટ રાઉન્ડમાંથી જ બહાર થઈ ગયું હતું પરંતુ આ વર્લ્ડકપમાં તેને ખિતાબનું પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યું છે કેમ કે સ્પેન છેલ્લા બે વર્ષમાં જુલેન લોપેટેગુઈના કોચિંગમાં એક પણ મેચ હારી નથી. સ્પેને ગ્રુપ બીમાં પ્રથમ મુકાબલો પોટુર્ગલ સાથે રમવાનો છે.
* જર્મની
આ ક્રમમાં આપણે ત્રીજા સ્થાને ગત વખતના વિશ્વવિજેતા જર્મનીનું નામ લેશું. જો કે અત્યાર સુધીના અન્ય મેચોમાં જર્મનીનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. જર્મની આ વખતે સતત પાંચ મેચો સુધી પોતાની જીતનું ખાતું ખોલાવી શક્યું નથી અને મહામુશ્કેલીએ સાઉદી અરબ વિરુÙ તેણે 2-1થી જીત નાેંધાવી હતી પરંતુ છેલ્લા ચાર વિશ્વકપ પર નજર કરવામાં આવે તો જર્મન ટીમે દરેક વખત સેમિફાઈનલ સુધીની સફર ખેડી છે.
* ફ્રાન્સ
2018 ફીફા વિશ્વકપના સંભવિત વિજેતાઆેમાં ફ્રાન્સ પણ પ્રબળ દાવેદાર છે. ફ્રાન્સે અમેરિકા સાથે ફ્રેન્ડલી મેચ 1-1થી ડ્રાે રમ્યો હતો. આ મેચમાં દીદીએર ડેસચેમ્પ્સને પોતાની કમીઆે અંગે ખબર પડી ગઈ હશે. ત્યારબાદ ફ્રાન્સે ઈટાલી અને આર્યલેન્ડની ટીમોને હરાવી હતી. આ મેચોમાં પોલ પોગ્બાનું પ્રદર્શન શ્રેષ્ઠ રહ્યું હતું.
* આર્જેન્ટીના
ફીફા વિશ્વકપ વિજેતાઆેમાં આર્જેન્ટીનાની બાદબાકી કેવી રીતે થઈ શકે ં ક્વોલિફાIગ તબક્કામાં અત્યંત ખરાબ પ્રદર્શન બાદ રશિયા પહાેંચેલી આર્જેન્ટીનાએ પણ પોતાની કમીમાં સુધારો લાવ્યો છે. આર્જેન્ટી અને યેરુશલમ વચ્ચેનો અભ્યાસ મેચ રદ થઈ ગયો હતો જેનાથી તે પ્રેિક્ટસ કરી શકી નહોતી.
જો કે અત્યાર સુધી આર્જેન્ટીના કોઈ પણ વિશ્વકપનો ખિતાબ જીતી શકી નથી અને આ વખતનો વિશ્વકપ તે પોતાના નામે કરવામાં કોઈ કસર બાકી નહી રાખે.

print

Comments

comments

VOTING POLL