કાલાવડ રોડ પર કોલેજો બંધ કરાવવા બાઇકમાં નીકળેલું ટોળુંઃ પોલીસ પહાેંચતા છનન

September 8, 2018 at 4:03 pm


‘અમે પાસના આગેવાનો અને કાર્યકરો છીએ… હાદિર્ક પટેલના સમર્થનમાં કોલેજ બંધ કરો’ તેમ કહી બાઈકસવારોનું એક ટોળું આજે સવારે કાલાવડ રોડ પર અલગ-અલગ કોલેજોમાં પહાેંચ્યું હતું પરંતુ કોલેજના સત્તાવાળાઆેએ તેને દાદ આપી ન હતી અને શિક્ષણકાર્ય રાબેતા મુજબ ચાલુ રહ્યું હતું.
15થી 20 જેટલા બાઈકમાં નીકળેલા યુવાનોના ટોળાએ આજે સવારથી જ કોલેજો બંધ કરાવવાના પ્રયાસો કર્યા હતા. વીવીપી કોલેજ ખાતે સંચાલકો સાથે માથાઝીક પણ થઈ હોવાનું બહાર આવી રહ્યું છે. જો કે ટોળાની દાદાગીરી છતાં કોલેજોમાં શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ ચાલુ રહ્યું હતું.
ટોળાની દાદાગીરીની આ ઘટના સંદર્ભે કોઈએ પોલીસનું ધ્યાન દોરતાં પીસીઆર વાન કાલાવડ રોડ પર પહાેંચી ગઈ હતી પરંતુ પોલીસ વાન પહાેંચે તે પહેલાં બાઈકસવારો નીકળી ગયા હતા. કોટક કોલેજમાં બંધ પાડવાનો પ્રયાસ થોડા સમય માટે સફળ રહ્યાે હતો તેમ પર જાણવા મળે છે.

print

Comments

comments

VOTING POLL