કાલુપુરમાં ફાયરીંગ કરી 12 લાખના ઘરેણાની લૂંટ કરાઈ

October 4, 2017 at 7:45 pm


શહેરના કાલુપુર વિસ્તારમાં આંગડિયા પેઢીના કર્મચારીઆેને પાંચકુવા દરવાજા પાસે આંતરીને આજે બાઇક પર આવેલા કેટલાક શખ્સાેએ ફાયરીંગ કરી રૂ.12 લાખની કિંમતના સાેનાના દાગીનાની સનસનાટીભરી લૂંટ ચલાવતા શહેરભરમાં ભારે ચકચાર મચી ગઇ હતી. જો કે, આંગડિયા પેઢીના કર્મચારીઆે પાસેથી દાગીના ભરેલા થેલાની લૂંટની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ જતાં પાેલીસે સીસીટીવી ફુટેજના આધારે સઘન તપાસ હાથ ધરી હતી. બીજીબાજુ, લૂંટારા આરોપીઆે પૈકીના બે આરોપી સાબરકાંઠા જિલ્લાના ઇડર પાસેથી ઇડર પાેલીસના હાથે ઝડપાઇ ગયા હતા. પાેલીસે બાકીના આરોપીઆે પણ ટૂંક સમયમાં પકડાઇ જવાની આશા વ્યકત કરી હતી. આ અંગેની વિગત એવી છે કે, રતનપાેળમાં જયંતિભાઇ સાેમાભાઇ નામની આંગડિયા પેઢીના કર્મચારીઆે દશરથભાઇ પટેલ તથા તેમના સહકર્મચારી એકટીવા પર આંગડિયા પેઢીમાંથી રોજના ક્રમ પ્રમાણે આજે વહેલી સવારે આશરે રૂ.12 લાખની કિંમતના સાેનાના દાગીના એક થેલામાં મૂકીને કાલુપુર રેલ્વે સ્ટેશન તરફ જઇ રહ્યાા હતા ત્યારે પાંચકુવા દરવાજા પાસે સાગર રોડવેઝ નજીક પાછળથી બે પલ્સર બાઇક પર ચાર અજાણ્યા શખ્સાેએ આવીને આંગડિયા પેઢીના કર્મચારીઆેને આંતર્યા હતા અને તેમને ઉભા રાખી તેમના હાથમાંથી સાેનાના દાગીના ભરેલો થેલો ઝુંટવવાનાે પ્રયાસ કયોૅ હતાે.

આંગડિયા પેઢીના કર્મચારી અને લુંટારૂ શખ્સાે વચ્ચે ઝપાઝપી થઇ હતી, જે દરમ્યાન એક લુંટારાએ પાેતાની પાસેની રિવોલ્વરમાંથી ફાયરીંગ કરી દશરથભાઇના હાથમાં સાેનાના દાગીના ભરેલો થેલો ઝુંટવી લીધો હતાે. જો કે, આ ફાયરીંગમાં આંગડિયા પેઢીના કર્મચારીઆેનાે અદ્ભુત બચાવ થયો હતાે પરંતુ લુંટારા શખ્સાે રૂ.12 લાખના સાેનાના દાગીના લૂંટી ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ કાલુપુર પાેલીસે ઘટનાસ્થળે પહાેંચીને જરૂરી તપાસ હાથ ધરી હતી. લૂંટની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ જતાં પાેલીસે તેના આધારે ઝીણવટભરી સઘન તપાસ હાથ ધરી હતી. શહેર પાેલીસ દ્વારા સંબંધિત બધા માગૅ પર નાકાબંધી કરી દેવામાં આવી હતી અને આરોપીઆેને પકડવાના ચક્રાે ગતિમાન કરી દેવાયા હતા. બીજીબાજુ, સાંજે ચાર વાગ્યાની આસપાસ સાબરકાંઠા જિલ્લાના ઇડર પાસે લૂંટારા આરોપીઆે પૈકીના બે આરોપી ઇડર પાેલીસના હાથે ઝડપાઇ ગયા હતા, જયારે તેની સાથેના અન્ય આરોપીઆે ડુંગર વિસ્તારમાં નાસી જતાં પાેલીસે ચારે તરફથી ડુંગર વિસ્તારને ઘેરીને આરોપીઆેને પકડી પાડવાના પ્રયાસાે આદર્યા હતા. પાેલીસે આશા વ્યકત કરી હતી કે, બાકીના આરોપીઆે પણ ટૂંક સમયમાં જ પકડાઇ જશે.

print

Comments

comments

VOTING POLL