કાલે કચ્છમાં રાજ્ય કક્ષાનો વન મહોત્સવ : મુખ્યમંત્રીના હસ્તે ‘રક્ષકવન’નું લોકાર્પણ

July 26, 2018 at 12:07 pm


કચ્છમાં આવતીકાલે તા, 27 જુલાઇના રોજ યોજાનારા રાજ્યકક્ષાના વનમહોત્સવ અંતર્ગત રુદ્રમાતા ડેમસાઇટ ખાતે સવારે 9 વાગ્યે મુખ્યમંત્રી વિજય રુપાણી રક્ષકવનનું લોકાર્પણ કરશે. રુદ્રમાતા ડેમસાઇટ, ભુજ-ખાવડા રોડ ઉપર થનાર રક્ષક વન કચ્છ જિલ્લાનું એક નવું પ્રવાસી આકર્ષણ કેન્દ્ર બનશે. રક્ષકવનના મુખ્ય આકર્ષણોમાં રક્ષક દ્વાર, વોલ મ્યુરલ્સ (ભીતચિત્રો-12) જેમાં એકમાં માતા રુદ્રાણીની વાતાર્, ત્રણમાં માધાપરની વીરાંગનાઆેનો1971ના વર્ષની યુધ્ધગાથા અને આઠ ભીતચિત્રો આર્મી, નેવી અને એરફોર્સના વિવિધ લડાયક શસ્ત્રાે અંગેના છે. 9.5 હેક્ટર વિસ્તારમાં આ રક્ષકવન વિકાસાવાઇ રüુ છે.
ગુજરાતમાં અત્યાર સુધી જે સાંસ્કૃતિક વનોનું નિમાર્ણ થયું છે તેમાં 2004 પુનિત વન-ગાંધીનગર, 2005 માંગલ્ય વન-અંબાજી, 2006 તીથ¯કર વન-તારંગા, 2007 હરિહર વન-સોમનાથ, 2008 ભિક્તવન-ચોટીલા, 2009 શ્યામલ વન-શામળાજી, 2010 પાવક વન-પાલિતાણા, 2011 વિરાસત વન-પાવાગઢ, 2012 ગુરુ ગોવિંદ સ્મૃતિવનમ માનગઢ-2012, 2013 નાગેશવન-નાગેશ્વર, 2014 શિક્તવન-કાગવડ, 2015 જાનકીવન-નવસારી, 2016 મહિસાગર વન-આણંદ અને આમ્રવન-વલસાડ-એકતાવન-બારડોલી,શહીદવન-ધ્રાેલ, 2017 વિરાંજલિ વન-સાબરકાંઠા અને હવે 2018 રક્ષકવન-ગામ સરસપર, રુદ્રમાતા ડેમ સાઇટ, ભુજ-ખાવડા રોડ-કચ્છ પર બનશે.
માધાપરની મહિલાઆે દ્વારા ડિસેમ્બર-1971માં ભારત-પાકિસ્તાન યુધ્ધ દરમિયાન ભુજ ખાતેના એરફોર્સની હવાઇપટ્ટીને થયેલ નુકશાનના સમારકામની કામગીરીની યાદમાં સ્વતંત્ર ભારતની ગૌરવશાળી વીરાંગનાઆેની અમર શૌર્યગાથાને સમપિર્ત સાંસ્કૃતિક વનનું નિમાર્ણ કરાયું છે.
અહી વિવિધ પ્રકારના લોકઉપયોગી તથા આયુર્વેદિક મહત્વ ધરાવતા વનો બનાવવામાં આવ્યાં છે, જેમાં આરોગ્ય વન, રાશીવન , ખજૂરી વન, દેવવન, નક્ષત્ર વન, કેકટસ વનનો સમાવેશ થાય છે. અહી વિવિધ પ્રકારના લોકઉપયોગી તથા આયુર્વેદિક મહત્વ ધરાવતા વનો બનાવવામાં આવ્યાં છે, જેમાં આરોગ્ય વન, રાશીવન , ખજૂરી વન, દેવવન, નક્ષત્ર વન, કેકટસ વનનો સમાવેશ થાય છે.રક્ષક વનના અન્ય આકર્ષણોમાં વ્યૂપોઇન્ટ, ફોટો પોઇન્ટમાં ભરત-ગુંથણ કરતી મહિલા, ખારાઇ Kટ અને આર્મીના જવાનના ફોટો પોઇન્ટ મૂકાયાં છે. રક્ષક વનના અન્ય આકર્ષણોમાં વ્યૂપોઇન્ટ, ફોટો પોઇન્ટમાં ભરત-ગુંથણ કરતી મહિલા, ખારાઇ Kટ અને આર્મીના જવાનના ફોટો પોઇન્ટ મૂકાયાં છે.
વધુમાં ત્રણ ઝુલતાં પુલો સાથે ભૂમિ અને ભેજ સંરક્ષણના કામો ઉપરાંત શિશુવાટિકા અને આેપનજીમ, વોટર ફોલ, કલાત્મક ફેન્સીગ, શૌર્યશિલ્પ બે કિલોમીટરની પગદંડી, ગુજરાતમાં જોવા મળતા વિવિધ રોપાઆે, વોચટાવરનો સમાવેશ થાય છે. જનસમૂદાય માટે વિવિધ સુવિધાઆેમાં અહી પાણીની પરબ, સોલાર ડીસેલીનેશન પ્લાન્ટ, સોલાર આર.આે. પ્લાન્ટ, ટોઇલેટ બ્લોક, કલાત્મક બાંકડા, વોટર સ્ટોરેજ ટેન્ક બનાવવામાં આવી છે. વિશ્વ વિખ્યાત પ્રવાસન સ્થળ સફેદ રણ જતો ભુજ-ખાવડા રોડ સૌથી મોટો એપ્રાેચ રોડ, ગઢ જેવો પ્રવેશદ્વાર, આજ સુધીના સાંસ્કૃતિક વનોમાંથી સૌથી વધારે આકર્ષણો અને સુવિધાઆે રક્ષક વનમાં વિકસાવવામાં આવી છે. સૌથી મોટી વોટર સંગ્રહની ક્ષમતા 7.5 લાખ લીટરની રક્ષક વનમાં સામેલ છે.

print

Comments

comments

VOTING POLL