કાલે થાન પાસે સમારકામ સબબ વહેલી સવારે છ કલાક રેલવે લાઈન બંધ

January 12, 2018 at 3:22 pm


રાજકોટ રેલવે ડિવિઝનમાં રાજકોટથી વાંકાનેર વચ્ચેની રેલવે લાઈનના માર્ચ સુધી ચાલનારા સમારકામ સબબ અનેક ટ્રેનો મોડી પડી રહી છે. તેવામાં કાલે વહેલી સવારે વાંકાનેર પછીના લાખામાચી, થાન સેકસનમાં એન્જીનિયરીંગ વિભાગ દ્વારા ખુલ્લા ફાટકના સ્થાને ગરનાળાની કામગીરી સબબ વહેલી સવારે ત્રણ વાગ્યાથી નવ વાગ્‌યાથી એટલે છ કલાકનો બ્લોક લેવામાં આવ્યો છે આથી આ સમયગાળામાં પસાર થનારી બાન્દ્રા-જામનગર, સૌરાષ્ટ્ર જનતા, સુરત જતી ઈન્ટરસીટી સહિત સાત જેટલી ટ્રેનોની આવન-જાવનના સમયમાં ફેરફાર થનાર છે.

જેમાં કાલે બાન્દ્રા જામનગર ઈન્ટરસીટીને વિરમગામથી થાન વચ્ચેના કોઇપણ સ્ટેશનોએ રોકી રાખવામાં આવતા સાડા ત્રણ કલાક મોડી આવશે. સુરત જતી જામનગર સુરત ઈન્ટરસીટી જામનગરથી દરડી સુધી બે કલાક સુધી મોડી રહેશે. જ્યારે રાજકોટ આવતી મડગાંવ-હાપા સુપરફાસ્ટ એકસપ્રેસ બે કલાક મોડી આવશે. ઓખા-ઓનર્કિુલમ ટ્રેન અડધી કલાક મોડી પડશે. મુંબઈ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર એકસપ્રેસ સવા કલાક મોડી આવશે. દિલ્હી સરાઈ રોહીલ્લા- રાજકોટ એકસપ્રેસ ટ્રેન સવા કલાક મોડી પહોંચશે. જ્યારે ઓખા-અમદાવાદ પેસેન્જર ટ્રેન પણ બે કલાક મોડી પડશે.

print

Comments

comments

VOTING POLL