કાલે ધો.૧૦માં વિજ્ઞાન અને ધો.૧૨માં આંકડાશાક્ર, વિ.પ્ર.માં રસાયણશાક્રનું પેપર

March 13, 2018 at 3:40 pm


બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારભં થયો છે. આજે ધો.૧૦ અને ૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં રજા છે. યારે ધો.૧૨ આર્ટમાં આજે તત્વજ્ઞાનનું પેપર છે. આવતીકાલે ધો.૧૦માં વિજ્ઞાન અને ધો.૧૨ કોમર્સમાં આંકડાશાક્ર, સાયન્સમાં રસાયણવિજ્ઞાનનું પેપર છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્રારા યોજાયેલ પરીક્ષામાં ધો.૧૦ની પરીક્ષામાં તમામ પ્રથમ ભાષા વિષયમાં કુલ ૮૮૦૧૧૯ પ રીક્ષાર્થી પૈકી ૮૬૩૬૯૦ પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહેલ છે તથા સાહિત્યમ વિષયમાં કુલ ૩૯૬ પરીક્ષાર્થી પૈકી ૩૮૪ પરીક્ષાર્થીની સામાન્ય પ્રવાહના સહકાર પંચાયત વિષયમાં કુલ ૬૩૧ પરીક્ષાર્થીઓ પૈકી ૬૨૫ પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહેલ છે. ધો.૧૨ સામાન્ય પ્રવાહના નામાના મૂળતત્વો વિષયમાં કુલ ૨૨૦૦૫૮ પરીક્ષાર્થીઓ પૈકી ૨૧૭૭૪૪ પરીક્ષાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહના ભૌતિક વિજ્ઞાન વિષયમાં ૧૩૭૪૭૧ પરીક્ષાર્થીઓ પૈકી કુલ ૧૩૭૧૪૨ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી.

તમામ પ્રથમ ભાષા વિષયમાં કુલ ૬ ગેરરીતિ કેસ જે પૈકી ખેડા, ભરૂચ, રાજકોટ, સુરેન્દ્રનગર જિલ્લામાં એક–એક ગેરરીતિ કેસ અને પાટણ જિલ્લા ખાતે બે ડમી કેસ નોંધાયેલ છે. યારે એચએસસીમાં નામાના મુળતત્વો વિષયમાં કુલ ૪ ગેરરીતિ કેસ જે પૈકી પંચમહાલ જિલ્લામાં ૧, પાટણ જિલ્લામાં ૧ ડમી કેસ અને ૨ ગેરરીતિ કેસ નોંધાયેલ છે જેની વિરૂધ્ધ નિયમસરની કાર્યવાહી કરેલ છે. ગઈકાલે પરીક્ષામાં કુલ ૧૦ ગેરરીતિ કેસ નોંધાયાના અહેવાલ છે

print

Comments

comments

VOTING POLL