કાલે નાનામવા ચોકડી પાસે બોલિવૂડ સિંગર શાલમલી ખોલગડેનો લાઈવ ઈન કોન્સર્ટ

April 21, 2017 at 3:02 pm


રાજકોટના યુવા જગતમાં હંમેશા એક ઉત્સાહભેર કાર્યક્રમો દેવા કટીબધ્ધ બનેલ અને રાજકોટના યુવાઓનું આઈકન ગણાતું નીલ્સ સિટી કલબ દ્વારા ફરી વખત રાજકોટની સંગીત પ્રેમી જનતા માટે ધમાકેદાર લાઈવ કોન્સર્ટનું નમુનેદાર આયોજન કરવામાં આવ્યું છે. હંમેશા દરેક કાર્યક્રમોમાં નવીનતા અને સુરક્ષાને પ્રાધન્ય આપતું નીલ્સ સિટી કલબ પોતાની એક સ્વચ્છ પ્રતિભા ધરાવે છે. વધુ એક વાર રાજકોટની જનતાને સંગીત પીરસવા બોલિવૂડનું ખુબ સુંદર ગણાતી માલિક અને સૂર સામગ્રી શાલમલી ખોલગડેને રાજકોટ લાવ્યા છે. બોલિવૂડમાં ખૂબ ધૂમ મચાવી ચૂકેલ ઘણા બધા ગીતોમાં ‘બેબી કો બેઝ પસંદ હે’, ‘પરેશાન’, ‘લત લગ ગઈ’, ‘શુધ્ધ દેશી રોમાન્સ‘, ‘ડી સે ડાંસ’, ‘શાયરાના’, ‘બેશર્મી કઈ હાઈટ’, ‘બલમ પિચકારી’ સહિતના સંખ્યાબંધ સુપરહીટ ગીતો આપીને યુવા દિલોની ચાહના બની ચુકયા છે.

આ પહેલા પણ નીલ્સ સિટી કલબ દ્વારા સંખ્યાબંધ લાઈવ કોન્સર્ટનું આયોજન કરીને રાજકોટની જનતાને મનોરંજન પીરસાવવાનું કામ કરેલ છે. રાજકોટની મનોરંજન પ્રેમી જનતાને નીલ્સ સિટી કલબના સ્થાપક ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુની આગેવાનીમાં કાર્યરત સંપૂર્ણ ટીમમાં પૂર્ણ વિશ્ર્વાસ હોય છે કે ઈન્દ્રીલ રાજ્યગુ દ્વારા જે કાર્યક્રમો થાય છે તે કાર્યક્રમ સુરક્ષિત અને અલાયદા હોય છે. ધારાસભ્ય ઈન્દ્રીલ રાજ્યગુ દ્વારા આ વખતે પોતાની નીલ્સ સિટી કલબના કાર્યક્રમમાં દરેક વર્ગના લોકો મનોરંજન મેળવી શકે તે માટે રાજકોટના દરેક લોકો માટે ‘ફ્રી પાસ’ની વ્યવસ્તા રાખેલ છે નાના-મોટા દરેક વર્ગના લોકો મનોરંજન માણી શકે એ માટે ઉચા ગજાના મોંઘા કલાકારોને શહેરના છેવાડાનો દરેક માણસ મનોરંજન મેળવી શકે એ માટે આ લાઈવ કોન્સર્ટમાં પ્રથમ વખત કોઈ પણ ફી કે ખચર્િ કયર્િ વગર ‘ફ્રી પાસ’ની વ્યવસ્થા કરેલ છે. દરેક વ્યક્તિએ પાસ મેળવી લેવા જરી છે જયારથી આ લાઈવ કોન્સર્ટની જાહેરાત થઈ છે ત્યારે નીલ્સ સિટી કલબની રેસકોર્સ ખાતેની ઓફિસે ભરપુર ધસારો જોવા મળે છે. અને વધુમાં વધુ યુવાનો અને સંગીત પ્રેમી લોકો ‘શાલમલી ખોલગડે’ને સાંભળવા અને તેના સંગીતના તાલે જુમી ઉઠવા ઉત્સાહી છે.
આવતીકાલે સાંજે 8 વાગ્યે ‘નાનામવા સર્કલ પાસેના પ્લોટમાં 150 ફૂટ રિંગ રોડ ખાતે ટીમ ઈન્દ્રનીલ ફોર યુ’ અને ‘નિલ્સ સિટી કલબ’ના મહત્વપૂર્ણ આયોજનમાં રાજકોટની જનતાને આ સંગીત કાર્યક્રમ માણવા માટે આમંત્રિત કરવામાં આવે છે. જે લોકોને હજુ પણ પાસ ના મળ્યા હોય એ લોકો પાસ માટે નં.7621083969 પર સંપર્ક કરીને નીલ્સ સિટી કલબની ઓફિસ રેસકોર્સ ખાતેથી મેળવી લેશો દરેક લોકોને એવી ઈચ્છા હોય છે કે, પોતે નીલ્સ સિટી કલબના આયોજનમાં પોતે સહભાગી બની અને નમુનેદાર આયોજનને માણી શકવાની પોતાની ઈચ્છાને પુરી કરવાની તક નીલ્સ સિટી કલબના સ્થાપક ઈન્દ્રીનિલ રાજ્યગુ દ્વારા આ આયોજનનું સંપૂર્ણ તકેદારીથી વ્યવસ્થા કરવામાં આવેલ છે.

સ્ટારપ્લસ પર ‘દિલ હે હિન્દુસ્તાની’ નામનો એક સંગીત રિયાલિટી શો આવે છે જેમાં શાલીમલી ખોલગડે, કરણ જોહર અને બાદશાહ, શેખર સાથે મુખ્ય જજની ભૂમિકામાં છે.
ટીમ ઈન્દ્રનીલ ફોર યુ એ એક વિચાર છે અને સમાજમાં આપણી જવાબદારી શું છે અને અધિકારી બનીએ છીએ તો આપણે આપણી જવાબદારી પણ નિભાવવી જોઈએ આવા વિચારથી જ આપણે ઈચ્છીએ છે તેવો સમાજ અને દેશ બને છે માટે આપણે હએ સમાજમાંથી જ સારા વિચારનો અમલ કરીને સારા કામો પોતાની ફરજ જવાબદારીપૂર્વક કરવી જોઈએ ટીમ ઈન્દ્રનીલ ફોર યુ દ્વારા લોકશાહીમાં લોકજારણ દ્વારા વર્તમાન સ્થિતિમાં લોકોને પડતી હાલાકીને ભ્રષ્ટાચારીઓની પાપ લીલાનો પરપોટો ફોડવાની સહ સાથે મળીને કામ કરવું પડશે સમાજમાં લોકો પોતાનો હક્ક માગે છે પરંતુ પોતાની જવાબદારીથી દુર ભાગે છે આવું ન હોવું જોઈએ. આવા ઉમદા વિચાર સાથે ટીમ ઈન્દ્રનીલ ફોર યુ દ્વારા લોકોને પોતાની જવાબદારી નિભાવવાની હાકલ કરવામાં આવે છે. જવાબદારી નિભાવવા થઈએ પછી હક્ક માગવા લાયક બનીશું. ટીમ ઈન્દ્રનીલ ફોર યુ દ્વારા આવા અસંખ્ય મનોરંજન સહિતના કાર્યક્રમો કરવામાં આવનાર છે. જે લોકો ટીમ ઈન્દ્રીનલ ફોર યુના ચેરીટી કાર્યક્રમો સહિતના સભ્યો બનતા હશે એને સમાજમાં સા કામ કયર્નિું અને સમાજમાં પોતે પોતાની જવાબદારી નિભાવવાનું સુખ પણ મેળવતા થશે. સમાજના દંભી લોકોના સમૂહમાંથી જવાબદારીભયર્િ કામ કરનાર સારા લોકો અલગ નીકળી આવે એ અત્યંત જરી છે સમાજ આખો જયારે દંભી અને ખોટા લોકોથી ભરેલ છે ત્યારે કમ સે કમ આપણે તો પોતાની જવાબદારી નિભાવીએ અને બીજાને પણ જવાબદારીથી વાકેફ કરીએ પછી હક્ક માંગશું. દરેક લોકો હક્ક માગે છે પણ જવાબદારીથી કોઈને કામ નથી કરવું.
ટીમ ઈન્દ્રનીલ ફોર યુ દ્વારા આવા ઉમદા વિચાર ધરાવનાર સારા લોકોનું સંગઠન છે. આ સંગઠનમાં યુવાઓ, સિનિયર સિટિઝન, વિદ્યાર્થીઓ, સ્ત્રીઓ, નોકરિયાત બધા જ જોડાઈ રહ્યા છે. તેમ ધારાસભ્ય ઈન્દ્રીલ રાજ્યગુએ જણાવ્યું છે.

print

Comments

comments

VOTING POLL