કાલે રાષ્ટ્ર્રીય મેગા લોક અદાતલમાં સમાધાન માટે ૧૫૦૦૦ કેસો મુકાશે

February 9, 2018 at 2:51 pm


રાજકોટ શહેર સહિત જિલ્લાના તમામ તાલુકા મથકોની અદાલતો ખાતે કાલે તા.૧૦મીએ રાષ્ટ્ર્રીય મેગા લોક અદાલતનું આયોજન કરાયું છે. તેમાં દિવાની, ફોજદારી, ફેમિલી સહિતની જુદી જુદી અદાલતોને લગતા પેન્ડિંગ અને પ્રિલિટિગેશન સહિતના ૧૫ હજાર કેસોમાં સમાધાનની કાર્યવાહી કરીને વધુમાં વધુ કેસો નિકાલ કરવા કામગીરી થશે. રાજકોટ જિલ્લા કાનુની સેવા સતા મંડળના આર.કે.દેસાઈના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લાની તમામ અપીલ અદલતો, દીવાની અદાલતો, ફોજદારી અદાલતો, ફેમીલી કોર્ટ, ઈન્ડસ્ટ્રીયલ કોર્ટ, લેબર કોર્ટ તેમજ તમામ તાલુકા અદાલતોમાં આવતીકાલ તા.૧૦ના રોજ રાષ્ટ્ર્રીય મેગા લોક અદાલત યોજાનાર છે. લોક અદાલતમાં લાયક હોય તેવા અદાલતોમાં પેન્ડિંગ તથા દાખલ થયા અગાઉના એટલે કે, પ્રી લિટિગેશન કેસો આશરે પંદર હજાર જેટલા કુલ કેસો હાથ પર લેવામાં આવેલ સરદ કેસોમાં તમામ પક્ષકારોને નોટિસ કાઢી લોક અદાલતમાં હાજર રહેવા તથા લોક અદાલતનો લાભ લેવા જાણ કરવામાં આવી છે. મુખ્ય જિલ્લા ન્યાયાધીશ આર.કે.દેસાઈના જણાવવા મુજબ લોક અદાલતમાં કેસનો નિકાલ બન્ને પક્ષકારોની સમજુતિથી થાય છે તથા કોઈનો વિજય નહીં તેમજ કોઈનો પરાજય નહીં, તેવી પરિસ્થિતિ ઉદભવે છે અને તે કારણસર પક્ષકારો વિવાદ મુકત બને છે તથા કોઈ પ્રકારનું વૈમનસ્ય ઉદભવતું નથી. જેથી ભવિષ્યના વિવાદથી પણ પક્ષકારોને છુટકારો મળે છે. આવતીકાલ તા.૧૦ના રોજ યોજાનાર લોક–અદાલતમાં પક્ષકારોને સક્રિય ભાગ લેવા અનુરોધ કર્યેા છે

print

Comments

comments

VOTING POLL