કાલે સંવત્સરી જૈનો ક્ષમાનું કરશે આદાન-પ્રદાન

September 12, 2018 at 3:54 pm


રાજકોટ શહેરમાં દેરાવાસી તથા સ્થાનકવાસી જૈન ઉપાશ્રયોમાં આવતીકાલે સંવત્સરી પ્રતિક્રમણની qક્રયાઃ મૂતિર્પૂજક જૈન સંઘોમાં આજે કલ્પસૂત્રના છેલ્લા બે વ્યાખ્યાન સાથે બારસાસૂત્રની ઉછામણી અને આવતીકાલે બારસા સૂત્રનું વાચન અને જૈનોના ઘરમાં નાની- મોટી અનેક તપશ્ચર્યાઆે, શુક્રવારે તપસ્વીઆેના પારણા સાથે સમૂહ ક્ષમાપનાના આયોજનો થયા છે. આવતીકાલે જૈનોના પવાર્ધિરાજ પર્યુષણનો અંતિમ દિવસ સંવત્સરી છે. પર્યુષણના પ્રથમ આઠ દિવસ સાધનાના હોય છે. જૈનોના ઘરોમાં નાનું- મોટું તપ કરવામાં આવે છે. પોતાના હાથે થયેલા વ્યાપાહિક દોષો પણ આ દિવસે યાદ કરીને દૂર કરવાના રહે છે. સાંવત્સરિક પ્રતિક્રમણ કરતી વખતે જૈનો પોતાના હાથે થયેલા દોષ અંગે ક્ષમા માગે છે અને અન્ય કોઈના હાથે થયેલા દોષને ક્ષમા આપે છે. ‘સર્વ’ જીવોને ક્ષમા આપો, સર્વ જીવોની ક્ષમા યાચો, સર્વ પ્રત્યે મૈત્રી ભાવ રાખો અને હૃદયમાં ગાઆે ‘મિચ્છામિ દુક્કડમ’ સાથે સંવત્સરીની સાથે ક્ષમાપના કરશે.

print

Comments

comments

VOTING POLL