કાલે સવારે મુંબઈથી આવતી સૌરાષ્ટ્ર જનતા સહિતની ત્રણ ટ્રેનોને અસર

May 19, 2017 at 12:15 pm


રાજકોટ-સુરેન્દ્રનગર રેલવે લાઈન ઉપર આવેલા થાનગઢ-વાગડિયા સ્ટેશનો વચ્ચે માનવ રહિત ફાટકો ખાતે સમારકામની કેટલીક કામગીરી સબબ કાલે તા.20ના વહેલી સવારે 3-10થી 7-10 વાગ્યા સુધી એટલે કે 4 કલાક સુધી રેલવે લાઈન બંધ રાખવામાં આવનાર છે. આથી આ 4 કલાકના સમયગાળામાં પસાર થતી ત્રણ મેઈલ એકસપ્રેસ ટ્રેનો અન્ય સ્ટેશનો ખાતે 10 મિનિટથી માંડીને દોઢ કલાક રોકાણ કરવાનું થશે. જેમાં મુંબઈથી આવતી સૌરાષ્ટ્ર જનતા એકસપ્રેસ ટ્રેન (નં.19017) વિરમગામ રેલવે સ્ટેશને કાલે વહેલી સવારે 3-30થી સવારે 5 સુધીનું રોકાણ કયર્િ બાદ રાજકોટ તરફ આગળ વધશે.

જયારે કાલે સવારે જામનગરથી ઉપડતી સુરતની ઈન્ટરસિટી ટ્રેન (નં.22960) રાજકોટથી આગળ વધીને થાનગઢ રેલવે સ્ટેશને 10 મિનિટના રોકાણ બાદ સુરત તરફ આગળ વધશે. આ ઉપરાંત કાલે વહેલી સવારે આવતી હાપા-મડગાવ એકસપ્રેસ ટ્રેન વહેલી સવારે 5.25 વાગ્યાથી 45 મિનિટના રોકાણ બાદ આગળ વધશે. આથી આ ટ્રેન હાપા ખાતે 15 મિનિટ મોડી પહોંચશે.

print

Comments

comments

VOTING POLL