કાળઝાળ ગરમીથી બચવા માટે કુદરતી ઠંડાપીણા પીઓ

April 19, 2017 at 6:41 pm


ગરમીમાં ડિહાઈડ્રેશનથી બચવા માટે સોફ્ટ ડ્રિંક્સ કે સોડા પીવાની જગ્યાએ નેચરલ અને હેલ્ધી વસ્તુઓથી બનેલી ડ્રિંક્સ પીવી જોઈએ. આ ટ્રેડિશનલ હેલ્ધી ડ્રિંક્સ ગરમીમાં ખાસ પીવામાં આવે છે. જે હેલ્થ માટે બહુ ફાયદાકારક રહે છે. સાથે જ ગરમીમાં લૂથી બચવા, ઠંડક અને એનર્જી માટે પણ આ ડ્રિંક્સ પી શકો છો. જેથી આજે અમે તમને કેટલાક નેચરલ ડ્રિંક્સ વિશે જણાવીશું. સાથે જ ઘણીવાર બહારનો ખુલ્લો કે વાસી ખોરાક ખાઈ લેવાથી ફૂડ પોઈઝનિંગની પ્રોબ્લેમ થઈ જાય છે. એમાંય ઉનાળામાં તો ખાસ આ સમસ્યા જોવા મળે છે. આ પ્રોબ્લેમ વધી જાય તો ડોક્ટરને બતાવવું જોઈએ. પરંતુ જો આ સમસ્યા બહુ વધી ન હોય તો રસોડામાં રહેલાં જ કેટલાક ઉપાય અજમાવવા જોઈએ. આ ઉપાયો કરવાથી ફૂડ પોઈઝનિંગમાં ઝડપથી રાહત મળશે.

જલજીરા, શિકંજી, છાસ વગેરે જેવી વસ્તુઓ પીવાથી પેટમાં થતી બળતરા અને લૂ થી બચી શકાય છે. ફુદીનાના શરબતથી પણ ડીહાઇડ્રેશન અને લૂ લાગવાથી રાહત રહે છે. ગુલાબનું સરબત, એલોવેરાનું સરબત, બીલીનું સરબત અને દહીં-મેથી વગેરે ખાવાથી કાળઝાળ ગરમીમાંથી છુટકારો મેળવી શકાય.

print

Comments

comments

VOTING POLL