કાળિયાર શિકાર મામલો: સજા વિરુધ્ધ અરજી પર વધુ સુનાવણી 17 જુલાઇએ હાથ ધરાશે,

May 7, 2018 at 6:52 pm


બહુચર્ચિત કાળિયાર હરણ શિકાર કેસ મામલે જોધપુરની સીજીએમ કોર્ટ દ્વારા સંભળાવવામાં આવેલી 5 વર્ષની સજા વિરુધ્ધ દાખલ સલમાન ખાનની અરજી પર જોધપુર સેશન્સ કોર્ટમાં આજે પ્રથમ સુનાવણી કરવામાં આવી. સજા વિરુધ્ધ પોતાની અપીલ પર સલમાન ખાન પોતાની બંને બહેનો સાથે કોર્ટમાં હાજર રહ્યો.

જો કે સલમાન ખાને વ્યક્તિગત કોર્ટમાં હાજર રહેવા પર છૂટછાટ માગી છે. જોધપુર જિલ્લા કોર્ટના જ્જ ચંદ્રકુમાર સોનગરાએ આ મામલે સુનાવણી કરી જેમાં આ કેસને લઇને આગામી સુનાવણી 17 જુલાઇના રોજ કરવામાં આવશે.

આજરોજ કોર્ટમાં સલમાનના વકીલ મહેશ બોહરાએ કોર્ટમાં સલમાનના વ્યક્તિગત હાજર રહેવા પર છૂટ માટે અપીલ કરી. આ અંગે સલમાનના વકીલે કોર્ટમાં એક પેટિશન દાખલ કર્યું

જોધપુરમાં કાળિયાર શિકાર કેસ મામલે સલમાન ખાન જોધપુર કોર્ટમાં હાજર રહ્યો…ત્યારે જોધપુર કોર્ટે વધુ સુનાવણી 17 જુલાઈ પર મુલતવી રાખી છે. સલમાન ખાન આજરોજ સવારે 8-30 કલાકની આસપાસ કોર્ટ પહોંચ્યો હતો. તેની બાદ તેની બંને બહેનો અલવીરા અને અર્પિતા પણ કોર્ટ પહોંચી હતી.

મહત્વનું છે કે સલમાન ખાનને કાળિયાર શિકાર કેસમાં જોધપુર કોર્ટે પાંચ વર્ષની કેદની સજા ફટકારી છે..જેના પર રોક લગાવા માટે સલમાન ખાનના વકીલે જોધપુર કોર્ટમાં અપીલ કરી છે. હાલ સલમાન ખાન જામીન પર જેલની બહાર છે..જોકે કેસની સુનાવણી દરમિયાન સલમાન ખાને કોર્ટમાં હાજરી આપી હતી.

આ કેસને લઇને વધુ સુનાવણી 17 જુલાઈએ હાથ ધરાશે. મહત્વનું છે કે 20 વર્ષ પહેલા વર્ષ 1998માં સલમાન ખાને ફિલ્મ હમ સાથ સાથ હૈના શુટીંગ દરમિયાન રાજસ્થાનના કાંકણી ગામમાં કાળા હરણનો શિકાર કર્યો હતો. તે સમયે સલમાનની સાથે સૈફ અલી ખાન, તબ્બુ, સોનાલી બેદ્રે સહિતના કલાકારો હાજર હતા. જો કે કોર્ટ સલમાન સિવાયના અન્ય કલાકારોને નિર્દોષ છોડી મુકયા છે.

print

Comments

comments

VOTING POLL