કાળું નાણું ધરાવનારા માટે કયામત

August 8, 2017 at 9:05 pm


સ્વિસ બેન્કોમાંથી ભારતીયોનું જમા કાળું નાણું પાછું લાવવાની આશા ફરી જાગી છે. બીજા શબ્દોમાં કહીએ તો ભારતને સ્વિર્ત્ઝલેન્ડ તરફથી ત્યાંની બેન્કોમાં જમા ભારતીયોનાં નાણાં અંગેની માહિતી આપોઆપ મળી જાય તે માટેનો માર્ગ મોકળો થયો છે. માહિતીની આપમેળે આપ લે માટેની સંધિ કરતાં પહેલાં સ્વિર્ત્ઝલેન્ડ એ બાબતની ખાતરી કરવા માગતું હતું કે ભારતમાં ડેટા અને ગુપ્તતા અંગેના કાયદા કેટલા મજબૂત છે? હવેના અહેવાલો પ્રમાણે સ્વિર્ત્ઝલેન્ડને આ પ્રશ્નનો જવાબ હકારમાં સાંપડ્યો છે અને એટલે હવે તે ભારત સાથે ડેટાની આપમેળે આપલે માટેની સંધિને આખરી સ્વરૂપ આપશે.

ભારત દ્વારા કાનૂની રાહે લાંબા સમયથી આ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા અને તેમાં મળેલી સફળતા બેશક ખુશીની વાત છે જ. જોકે, ભારતીય પ્રજાને આવી ટેકનિકલ સફળતાઓમાં રસ ઓછો છે. ગત લોકસભા ચૂંટણી વખતે ભાજપે વચન આપ્યું હતું કે સ્વીસ બેન્કોમાં ધરબાયેલાં ભારતીયોનાં અબજોના બિનહિસાબી નાણાં પાછા લાવવામાં આવશે. જોકે, ભાજપ સરકારને હવે ત્રણ વર્ષથી વધુનો સમય વીતી ગયો છે પરંતુ ના તો ત્યાંથી કોઇ રૂપિયો પાછો આવ્યો છે કે ના તો ત્યાં પોતાની કાળી કમાણી સંઘરનારા કોઇ ભારતીયને સજા થઇ છે. ઉલ્ટાનું બનવા જોગ છે કે સ્વીસ બેન્કોમાં નાણાં સંઘરી બેઠેલા ભારતીયોએ ત્યાં હવે ખાતેદારની ગુપ્તતાનો એટલો ભરોસો નહીં રહ્યો હોવાનું પારખીને સમયસર જ તેમનાં નાણાં વિદેશમાં અન્યત્ર સેફ હેવન ગણાતા દેશોમાં ટ્રાન્સફર કરી દીધાં હોય. ભારત માટે સરવાળે આખી કવાયત ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર જેવી પણ સાબિત થઇ શકે છે.

બીજું કે ભારત સરકાર વિદેશમાં કાળી કમાણી સંઘરનારાઓ સામે કેટલી કડક છે તે પ્રશ્નનો ઉત્તર હંમેશા અસંતોષકારક જ રહ્યો છે. થોડા સમયમાં વિશ્વભરના પત્રકારોએ સાથે મળીને પ્નામા કૌભાંડનો પદર્ફિાશ કર્યો હતો. પ્નામા પેપર્સ તરીકે ઓળખાવાયેલા એ ઘટસ્ફોટના કારણે તાજેતરમાં નવાઝ શરીફે પાકિસ્તાનમાં વડાપ્રધાનપદ ગુમાવવું પડ્યું છે. પરંતુ, પ્નામા પેપર્સમાં જ જે ભારતીયોનાં નામ ખૂલ્યાં હતાં તે મુદ્દે સરકાર હજુ સુધી જા બિલ્લી મોભામોભનો જ ખેલ રમ્યા કરે છે. વિદેશમાંથી કાળી સંપત્તિ પાછી લાવવા અંગે જોશભર્યાં ભાષણો કરનારા ભાજપી નેતાઓ હવે સત્તા પર આવ્યા પછી તે મુદ્દે ભાગ્યે જ કોઇ ઉલ્લેખ કરે છે. સ્વીસ બેન્કોમાં રહેલાં મનાતાં નાણાંની બાબતે પણ નજીકના ભવિષ્યમાં એવું કાંઇ બનવાની શક્યતા હાલ વતર્તિી નથી.

print

Comments

comments

VOTING POLL