કાશ્મીરના પૂંછ અને રાજૌરી સેક્ટરમાં પાક.સેનાનો ગોળીબાર: વીર જવાનોએ આપ્યો જડબાતોડ જવાબ

July 17, 2017 at 11:48 am


પાકિસ્તાનની સેનાએ સીમા પારના યુધ્ધવિરામના ઉલ્લંઘનનો પોતાનો સિલસિલો ચાલુ જ રાખ્યો છે અને તેમાં કોઈ ઘટાડો થતો નથી. ગઈ રાત્રે પણ રાજૌરી અને પુંચ ક્ષેત્રમાં પાકિસ્તાની સેનાએ સીમાપારનું ઉલ્લંઘન કર્યું હતું અને આપણા જવાનોએ જોરદાર વળતો જવાબ આપ્યો હતો.
ગઈરાત્રે એકાએક પાકિસ્તાની સેનાએ પુંચ અને રાજૌરી પાસેના વિસ્તારોમાં અને ચોકીઓની નજીક સીમા પારનું ઉલ્લંઘન કરીને વગર ઉશ્કેરણીએ ગોળીબાર શ કર્યો હતો અને સાવચેત રહેલા આપણા જવાનોએ તરત જ વળતો જવાબ આપ્યો હતો અને કલાકો સુધી ગોળીયુધ્ધ ખેલાયું હતું અને ત્યારબાદ પાકિસ્તાની બંદૂકો શાંત થઈ ગઈ હતી. કાશ્મીરમાં અશાંતિ સર્જવા માટે પાકિસ્તાનની સેના અને આતંકીઓ બન્ને સતત પરાક્રમો કરી રહ્યા છે પરંતુ જવાનોની સંખ્યા કાશ્મીરમાં વધારી દેવામાં આવી છે માટે હવે પાકિસ્તાનીઓના અડપલાનો જડબાતોડ જવાબ દર વખતે મળી રહ્યો છે અને ગઈરાત્રે પણ જવાનોએ જડબાતોડ જવાબ આપીને પાક.ની બંદૂકોને ડૂચો મારી દીધો હતો.

print

Comments

comments

VOTING POLL