કાશ, હું રાષ્ટ્રપતિ હોત…

June 23, 2017 at 8:22 pm


ઘણા લોકો નસીબના બળિયા હોય છે જયારે કેટલાકના નસીબ આડેનું પાંદડું હલતું પણ નથી. કોઈકને બધું વગર માગ્યે મળી જાય છે જયારે કેટલાક બિચારા આખી જિંદગી રાહ જોતાં રહે છે પરંતુ નસીબ તેને બોલાવતું જ નથી. ભારતમાં અને ખાસ કરીને ભાજપમાં જો આવા લોકોની યાદી બનાવવામાં આવે તો કદાચ લાલક્રિષ્ણ અડવાણીનું નામ ટોપ ઉપર આવે. પક્ષમાં ‘વડિલ’ ગણીને ‘હાંસિયા’માં ધકેલી દેવાયેલા લાલક્રિષ્ણ અડવાણીને 2009માં પક્ષે વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કર્યા હતાં પરંતુ ત્યારે પવન ભાજપ વિરોધી હતો અને કેન્દ્રમાં યુપીએ-2નું શાસન આવ્યું હતું. આ પછી 2014માં તેમના ચેલા નરેન્દ્ર મોદીએ એવી ફટકાબાજી કરી કે ગુરૂજી પણ હાંફી ગયા અને વડાપ્રધાન બનવાનું સપનું મનમાં જ રહી ગયું. તેમને અંદર અંદર એમ હશે કે રાષ્ટ્રપતિપદ માટે ચાન્સ લાગશે પરંતુ આ પણ શકય બન્યું નથી. કોઈને એમ પણ ન થયું કે લાલક્રિષ્ણ અડવાણીને નાયક ફિલ્મની જેમ ‘એક દિન કા પ્રધાનમંત્રી’ અથવા ‘એક દિન કા રાષ્ટ્રપતિ’ બનાવી દે. આપણા દેશમાં ઘણા મોટા શહેરોમાં કોઈ બાળકની ઈચ્છા પુરી કરવા માટે તેને શહેરનો પોલીસ કમિશનર કે કલેકટર એક દિવસ માટે બનાવવામાં આવે છે. આવું કંઈક લાલક્રિષ્ણ અડવાણી માટે પણ થયું હોત તો પણ ઘણું સારું ગણાત..!! ભારતીય જનતા પક્ષને તળિયેથી ટોચ ઉપર લાવવા માટે જો નેતાઆેની નામાવલી બનાવવામાં આવે તો ટોપ ફાઈવમાં વાજપેયી અને અડવાણીના નામ અવશ્યપણે આવે. વાજપેયી દેશનું પ્રતિનિધિત્વ કરી ચૂકયા છે પરંતુ લાલક્રિષ્ણ અડવાણીને ‘પક્ષ સેવા’ અને ‘દેશ સેવા’નું ઈનામ મળ્યું નથી. લાલક્રિષ્ણ અડવાણી વારંવાર એવું કહી ચૂકયા છે કે તેમણે કયારેય સિધ્ધાંતો સાથે સમજુતિ કરી નથી. દાયકાઆે સુધી સંઘ અને ભાજપની સક્રિય સેવા કરનારા લાલક્રિષ્ણ અડવાણી એવું પણ માને છે કે તેમને સંઘ દ્વારા જ શિસ્ત, ઈમાનદારી અને આદર્શવાદના પાઠ ભણવા મળ્યા છે. આ લખનારને લાલક્રિષ્ણ અડવાણીને વારંવાર મળવાની અને રાજકીય પ્રવાહો ઉપર તેમના ઈન્ટરવ્યુ લેવાની તક સાંપડેલી છે. બીજા રાજકારણીઆે કરતાં તેઆે થોડાક ‘અલગ’ છે.

વર્ષો સુધી સોમનાથ મહાદેવના દર્શને આવી ચૂકેલા લાલક્રિષ્ણ અડવાણીએ એક ઈન્ટરવ્યુમાં એવું પણ કહ્યું હતું કે જો કોઈ ખોટી વાત કરે તો તેને પ્રાેત્સાહન ન આપવું જોઈએ. કદાચ આ વાત એમણે નરેન્દ્ર મોદીના પરિપ્રેક્ષ્યમાં કહી હતી પરંતુ અન્ય રાજકારણીની જેમ તેમના મોઢે કયારેય કોઈની નામજોગ ટીકા સાંભળી નથી. જયારથી રાષ્ટ્રપતિની ચૂંટણીના પડઘમ વાગવાના શરૂ થયા હતાં ત્યારથી કેટલાક મોરચે એવો કયાસ લગાવવામાં આવતો હતો કે નરેન્દ્ર મોદી કદાચ લાલક્રિષ્ણ અડવાણીને ‘ગુરૂદક્ષિણા’ સ્વરૂપે રાષ્ટ્રપતિ બનાવશે. શકય છે અડવાણીના મનમાં પણ અંદર અંદર આવો વિચાર આવતો હશે. ભાજપમાં જે નામો ચર્ચામાં હતાં તેમાં છેલ્લે સુધી અડવાણીનું નામ ટોચ પર રહ્યું હતું પરંતુ નરેન્દ્ર મોદીએ આ પદ માટે બિહારના રાજયપાલ રામનાથ કોવિંદનું નામ આપીને ગુગલી ફેંકયો હતો. એકતરફ અડવાણીનું નામ ચર્ચામાં આવ્યું હતું અને તેવા સમયે જ લખનૌ હાઈકોર્ટમાં અયોધ્યાના બાબરી ધ્વંશનો કેસ શરૂ થયો હતો. દેશનું ન્યાયતંત્ર રાજકીય પવનની સાથે ચાલતું નથી તે વાસ્તવિકતા હોવા છતાં આવા સમયે જ લાલક્રિષ્ણ અડવાણીને બાબરી કેસમાં કસુરવાર માનવામાં આવે તે ઘણાને ખુંચ્યું હતું. ઘણા લોકો એવું માનવા લાગ્યા હતા કે હાઈકોર્ટના આદેશની સાથે જ અડવાણીના નામનો કાંકરો નીકળી ગયો છે અને થયું પણ એવું જ છે. રાષ્ટ્રપતિ તરીકે રામનાથ કોવિંદની પસંદગી જાતિવાદના આધારે થઈ છે કે ચોકકસ વર્ગના મત અંકે કરવા માટે થઈ છે તે ચર્ચાનો વિષય જરૂર છે પરંતુ હવે રાજકીય પક્ષોએ તેમને જ્ઞાતિના ત્રાજવે ન તોલવા જોઈએ. રામનાથ કોવિંદ બંધારણના અભ્યાસુ છે અને રાજયપાલ તરીકે પણ તેમણે સારી કામગીરી બજાવી છે. આવી સ્થિતિમાં તેઆે અબ્દુલ કલામ કે પ્રણવ મુખજીર્ જેવા જ સારા રાષ્ટ્રપતિ સાબિત થશે તેવી આશા રાખવામાં આવી રહી છે.

અહી મુળ વાત લાલક્રિષ્ણ અડવાણીના ‘ખયાલી પુલાવો’ની છે જે મૂતિર્મંત થઈ શકયા નથી અને અડવાણીને જો આ પદ માટે પસંદ કરવામાં આવ્યા હોત તો તેઆે કયારેય રબ્બર સ્ટેમ્પ ન બનત તેટલું તો નિશ્ચિત છે. ભૂતકાળમાં જ્ઞાની જૈલસિંઘ જેવા રાષ્ટ્રપતિ ઉપર રબ્બર સ્ટેમ્પ રાષ્ટ્રપતિનો સિકકો લાગેલો હતો પરંતુ અડવાણી માટે આવું થવું શકય ન બનત. ભલે અડવાણી માટેનો આ પ્રñ હવે અસ્થાને છે પરંતુ રાજકીય ગલિયારોમાં હજુ તેમના નામની ચર્ચાઆે પુરી થતી નથી. ચાના કપમાં પડેલી માખીને જેમ દૂર કરી દેવામાં આવે તેવી રીતે લાલક્રિષ્ણ અડવાણીને સક્રિય રાજકારણમાંથી દૂર કરી દેવામાં આવ્યા છે. ભલે હાલમાં તેઆે ગાંધીનગરના સંસદસભ્ય છે અને સતત ચૂંટાતા આવે છે પરંતુ 2019ની ચૂંટણીમાં કદાચ તેઆે ‘વીઆરએસ’ લઈ લે તો પણ નવાઈ પામવા જેવું નહી રહે.

print

Comments

comments

VOTING POLL