કાેંગ્રેસના અને જેડીએસના ધારાસભ્યોને ભાજપના નેતાઆેના ફોનઃ મંત્રીપદની આેફર

May 16, 2018 at 12:43 pm


કણાર્ટકમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ અસ્પષ્ટ જનાદેશને પગલે ભાજપ અને કાેંગ્રેસ બન્ને ધંધે લાગ્યા છે અને સરકાર રચવા માટેના ઉધામા બન્ને કેમ્પમાંથી શરૂ થયા છે ત્યારે પરંપરા મુજબ ભાજપ પાસે જે આઠ ધારાસભ્યો ખુટી રહ્યા છે તે વિપક્ષી કેમ્પમાંથી લાવવાની કોશિશો થઈ રહી હોવાના આરોપ પણ શરૂ થઈ ગયા છે.

કાેંગ્રેસના ધારાસભ્ય અમર ગૌડા પાટીલે હિન્દુસ્તાન ટાઈમ્સ અખબારને એમ કહ્યું છે કે મને અને બીજા સભ્યોને ભાજપના નેતાઆે ફોન કરી રહ્યા છે અને મંત્રીપદ આેફર કરી રહ્યા છે પરંતુ અમારા નેતા કુમારસ્વામી છે અને અમે એમને વળગી રહીશું. બીજા કેટલાક કાેંગી ધારાસભ્યોને પણ આ પ્રકારની આેફરો થઈ હોવાની ચર્ચા થઈ રહી છે. આજે સવારે કાેંગ્રેસના ધારાસભ્યો કણાર્ટકમાં કાેંગ્રેસ આેફિસ પર બેઠકમાં હાજરી આપવા માટે આવી પહાેંચ્યા હતા. જો કે એ પહેલાં ગઈકાલ સાંજથી જ કાેંગ્રેસના કેટલાક સભ્યોને ભાજપના કેટલાક નેતાઆેના ફોન શરૂ થઈ ગયા છે અને તેમને ભાજપના કેમ્પમાં આવી જવા અને મંત્રીપદ લેવાની આેફર થઈ રહી છે. હવે જોવાનું એ રહે છે કે કાેંગ્રેસમાંથી અથવા જેડીએસમાંથી કેટલા સભ્યો તૂટીને ભાજપના કેમ્પમાં જાય છે. કણાર્ટકના મતદારોએ ભાજપ અને કાેંગ્રેસ બન્નેને ટી-20 જેવી ગેમ રમાડી છે અને હવે બન્ને પક્ષો સુપર આેવર રમી રહ્યા છે. આ સુપર આેવરમાં કોણ સૌથી વધુ સ્કોર કરે છે તે જોવાનું રહેશે.

print

Comments

comments

VOTING POLL