કાેંગ્રેસના દબાણને કારણે મુખ્યમંત્રી નહી, કલાર્કની જેમ કામ કરૂ છુંઃ કુમારસ્વામી

January 10, 2019 at 11:07 am


કણાર્ટકમાં જેડીએસ અને કાેંગ્રેસ ગઠબંધનની સરકારના સંબંધો સતત બગડી રહ્યાં છે. ગઠબંધન સરકારની કમાન સંભાળી રહેલા મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે કણાર્ટકની સરકાર આગામી લોકસભા ચૂંટણી બાદ વધારે દિવસો સુધી ટકશે નહી.

જેડીએસના ધારાસભ્યો અને એમએલસીની બેઠકને સંબોધિત કરતા કણાર્ટકના મુખ્યમંત્રી કુમારસ્વામીએ ભાવુક મુદ્રામાં જણાવ્યું હતું કે, દરેક બાબતમાં કાેંગ્રેસ સતત દખલગીરી કરી રહી છે, જેના કારણે મુખ્યમંત્રી જેમ નહી પરંતુ કલાર્કની જેમ કામ કરી રહ્યાે છું.

જેડીએસના કેટલાક ધારાસભ્યોના કહેવા અનુસાર કુમારસ્વામીએ ગઠબંધન સરકાર બનાવ્યા પછી પોતાની સામેના પડકારો અંગે વાતચીત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, મે-2018માં ભાજપને સત્તાથી દૂર રાખવા માટે જેડીએસ એ કાેંગ્રેસ સાથે હાથ મિલાવ્યો હતો.

મુખ્યમંત્રી કુમારસ્વામીએ જણાવ્યું કે, કાેંગ્રેસના નેતાએ એ તમામ કામ કરાવવા મજબૂર કરી રહ્યાં છે, જે એમના પક્ષમાં છે અને એમનું માનવા સિવાય મારી પાસે કોઈ વિકલ્પ નથી. હું ખૂબ દબાણમાં કામ કરી રહ્યાે છું અને કાેંગ્રેસના નેતા કાયમ આશા રાખે છે કે હું એમનું કહ્યું માનું.

આમ, કુમારસ્વામીના ભાવૂક સૂરના રાજકીય પંડિતો અલગ-અલગ અર્થ કાઢી રહ્યાં છે.

print

Comments

comments

VOTING POLL