કાેંગ્રેસની ગાડી પાટે ચડશેં

April 19, 2017 at 8:49 pm


સંગઠનની ચૂંટણી કરવા માટે પાંચ પાંચ વર્ષ જેટલો સમય મળ્યો હોવા છતાં કાેંગ્રેસ આંતરિક ચૂંટણીઆે કરી શક્તી નથી તે વાસ્તવિકતા વચ્ચે હવે ચૂંટણીપંચના આદેશથી આગામી આેકટોબર મહિનામાં સંગઠનાત્મક ચૂંટણીઆે કરવાનો નિર્ણય લેવાયો છે. એવું માનવામાં આવે છે કે આેકટોબર મહિનામાં કાેંગ્રેસને નવા પ્રમુખ મળી જશે.

સક્રિય રાજકારણમાંથી ધીરે ધીરે નિષ્ક્રીય થઈ રહેલા સોનિયા ગાંધીએ પક્ષનું પ્રમુખપદ રાહુલ ગાંધીને સાેંપી દેવાનું મન ઘણા સમયથી બનાવી લીધું છે અને તેના શીરે ઉપપ્રમુખનો તાજ પણ પહેરાવી દીધો છે. રાહુલ ગાંધીની રાજકીય ક્ષમતા વિશે ઘણા બધા સવાલો ઉઠતા રહે છે. 2014ની લોકસભાની ચૂંટણી અને ત્યારપછી પંજાબ જેવા રાજયના અપવાદને બાદ કરતાં કાેંગ્રેસનો દેખાવ સતત નબળો જોવા મળ્યો છે. જુદા જુદા રાજયોની વિધાનસભાની ચૂંટણીઆેમાં સોનિયા ગાંધી સક્રિય રહ્યા નથી પરંતુ રાહુલ ગાંધી પુરેપુરા સક્રિય રહ્યા હતાં. જો કે આ સક્રિયતાને સત્તામાં પલટાવવામાં રાહુલ ગાંધીને ભારોભાર નિષ્ફળતા મળી છે.

કાેંગ્રેસનું નેતૃત્વ રાહુલને સાેંપવા બાબતે પણ ભૂતકાળમાં વિવાદો થયેલા છે. દિગ્વીજયસિંઘ જેવા નેતાઆે રાહુલ ગાંધીની સ્પષ્ટપણે તરફેણ કરે છે જયારે કેટલાક નેતાઆે નામ લીધા વગર રાહુલ ગાંધીની ક્ષમતા ઉપર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. આવી સ્થિતિમાં રાહુલ ગાંધી પક્ષના પ્રમુખ બને તો પક્ષને તારી શકશે કે કેમ ં તે યક્ષ પ્રશ્ન છે.

કાેંગ્રેસ પક્ષ એક સદી જુનો પક્ષ છે અને રાહુલ ગાંધી હજુ ચાલીસીમાં છે. તાજેતરમાં જ પુરી થયેલી પાંચ રાજયોની વિધાનસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ આક્રમક પ્રચાર જરૂર કર્યો હતો પરંતુ લોકોને તેમની વાત ગળે ઉતરી ન હતી તે પરિણામોએ દશાર્વી દીધું છે. ઉતરપ્રદેશમાં તો પ્રિયંકા ગાંધી પ્રચારનું સુકાન સંભાળશે તેવી વાતો પણ સામે આવી હતી પરંતુ અમેઠી અને રાયબરેલી સિવાય પ્રિયંકા ગાંધીએ એકપણ મત વિસ્તારમાં પ્રચાર કર્યો ન હતો. ભલે ઉતરપ્રદેશમાં સમાજવાદી પક્ષ સાથે ગઠબંધન કરવામાં આવ્યું હતું પરંતુ સંતોષકારક બેઠક મેળવવામાં કાેંગ્રેસને સફળતા મળી નથી.
2014 પૂર્વેના પક્ષ અને 2017ના પક્ષમાં ઘણો બધો ફેર જોવા મળી રહ્યાે છે. કાેંગ્રેસના હાથમાંથી એક પછી એક રાજયો સરકતા જાય છે અને સૌના આòર્ય વચ્ચે પૂર્વ ભારતમાં પણ ભગવાનો પ્રભાવ વધી રહ્યાે છે. નરેન્દ્ર મોદીના નામની સુનામીને ખાળવાની તાકાત કદાચ આજના કાેંગ્રેસના એકપણ નેતામાં નથી તે ઉતરપ્રદેશના પરિણામોએ સાબિત કરી આપ્યું છે. હવે આેકટોબર માસમાં રાહુલ ગાંધીના શીરે જો પ્રમુખપદનો તાજ પહેરાવવામાં આવે તો તેની સમક્ષ સૌથી મોટો પડકાર ગુજરાત અને હિમાચલપ્રદેશ વિધાનસભાની ચૂંટણીઆે હશે. ગુજરાત તો નરેન્દ્ર મોદીનો અને ભાજપનો ગઢ છે. જયારે હિમાચલ પ્રદેશમાં કાેંગ્રેસનું શાસન છે. આવી સ્થિતિમાં રાહુલ ગાંધી ગુજરાતમાં ‘જાદુ’ કરી બતાવશેં કે હિમાચલમાં પોતાની સરકાર જાળવી રાખવામાં સફળ બનશે ં તે આવનારો સમય બતાવશે.

print

Comments

comments

VOTING POLL