કાેંગ્રેસમાં એકલા હાથે ભાજપને હરાવવાનો દમ નથીઃ એ.કે.એન્ટની

January 12, 2019 at 10:46 am


એક બાજુ ત્રણ મોટા રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ કાેંગ્રેસ નેતૃત્વનું જોશ ચરમસીમાએ છે અને લોકસભા ચૂંટણીમાં પોતાના દમ પર સરકાર બનાવવાની તૈયારીઆે કરી દેવામાં આવી છે ત્યારે બીજી બાજુ કાેંગ્રેસના જ વરિષ્ઠ નેતાનો આ મામલે મત કંઈક અલગ જ તરી આવ્યો છે. વરિષ્ઠ કાેંગ્રેસી નેતા અને પૂર્વ રક્ષા મંત્રી એ.કે.એન્ટનીએ કહ્યું કે કાેંગ્રેસમાં ભાજપનો એકલા હાથે મુકાબલો કરવાની તાકાત નથી.
કેરળના તિરુવનંતપુરમમાં પ્રદેશ કાેંગ્રેસ કમિટીની સામાન્ય સભાને સંબોધિત કરતાં એન્ટનીએ કહ્યું કે કાેંગ્રેસ પોતાના દમ પર નરેન્દ્ર મોદીને સત્તા પરથી હટાવી શકે તેમ નથી. જોકે લોકસભા ચૂંટણીમાં મોદી વિરુÙ કાેંગ્રેસ મોટો ચહેરો હશે એટલે માટે કાેંગ્રેસ ભાજપને હરાવવા માટે એક મોટા ગઠબંધનની તલાશ કરી રહી છે.
તેમણે કહ્યું કે પાછલા થોડા સમયથી રાહુલ ગાંધી એક મજબૂત નેતા બનીને ઉભરી આવ્યા છે એટલા માટે જ મોદી રાહુલથી ડરી રહ્યા છે.
એકે એન્ટનીએ આ વર્ષે થનારી લોકસભા ચૂંટણીને કુરુક્ષેત્રની લડાઈ ગણાવી છે. તેમણે કહ્યું કે દેશને બચાવવા માટે સાંપ્રદાયિક શિક્તઆેને હરાવવી જ પડશે.

print

Comments

comments

VOTING POLL