કાેંગ્રેસ સરકારે મને હેરાન કરવા માટે કશું બાકી ન્હોતું રાખ્યુંઃ મોદી

January 12, 2019 at 3:55 pm


ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં કાર્યકરોને સંબોધન કરતાં વડાપ્રધાન મોદીએ અત્યંત આકરાં મિજાજમાં વિપક્ષોને આડેહાથ લીધા હતાં. મોદીએ કહ્યું હતું કે મને હેરાન કરવામાં કાેંગ્રેસે કશું જ બાકી રાખ્યું ન્હોતું. જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે કાેંગ્રેસના ઈશારે મારી નવ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી છતાં મેં મારા રાજ્યમાં સીબીઆઈની એન્ટ્રી બંધ કરી નહોતી કેમ કે મને કાયદા ઉપર ભરોસો હતો. જો કે અત્યારે પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને હવે છત્તીસગઢમાં સીબીઆઈને એન્ટ્રી ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે ત્યારે આ લોકોને શું કાયદા ઉપર ભરોસો નથી, એવા તો તેમણે શું ખોટા કામ કર્યા છે કે આટલા બધા ડરી રહ્યા છે ં
મોદીએ રામમંદિર મુદ્દે કહ્યું હતું કે કાેંગ્રેસ જ નથી ઈચ્છતી કે રામમંદિર કેસનો ઉકેલ આવે એટલા માટે તેના જ વકીલો રોડાં નાખી રહ્યા છે. આટલું આેછું હોય તેમ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને હટાવવા માટે પણ તે મહાભિયોગ પ્રસ્તાવ લાવી છે. આ ઉપરાંત તીન તલાક બિલ પાસ થવા આડે પણ તેણે અડચણો ઉભી કરી છે. તેમણે કહ્યું હતું કે કોઈ પણ ચોર હોય પછી તે દેશમાં હોય કે વિદેશમાં હોય કોઈને છોડવામાં આવશે નહી. રાફેલ મુદ્દે કાેંગ્રેસના વિરોધનો ઉલ્લેખ કરતાં મોદીએ કહ્યું કે તેની પોલ ખૂલી ગઈ એટલે ગાળાગાળી ઉપર ઉતરી આવ્યા છે પરંતુ ગાળાગાળીથી મોદી રોકાશે નહી. સંસદમાં અમારા એક સાથીએ બોરીનું ઉદાહરણ આપ્યા બાદ કાેંગ્રેસ વિફરી હતી કેમ કે આ બોરી થકી જ પૈસા કટકટાવવામાં આવ્યા હતાં. કાેંગ્રેસે હેલિકોપ્ટર જ નહી પરંતુ પ્લેનમાં પણ કૌભાંડ આચર્યું છે. કાેંગ્રેસની જ્યાં જ્યાં સરકાર બની છે ત્યાં બ્લેકમેલિંગ શરૂ થઈ ગઈ છે. તેમણે કણાર્ટક અને મધ્યપ્રદેશનું ઉદાહરણ ટાંક્યું હતું. એકને હરાવવા માટે બધા ચોર એક થયા છે પરંતુ આ ચોકીદાર કોઈ ચોરને શાંતિ લેવા દેશે નહી. આ તો હજુ ટ્રેલર છે, આખું પિક્ચર તો હજુ બાકી છે.
કાેંગ્રેસ હંમેશા કોર્ટ કરતાં તેને જ ઉપર માને છે અને આવનારા દિવસમાં તેનું આ અભિમાન ચકનાચુર થઈ જશે. આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ બાદ હવે છત્તીસગઢે પણ સીબીઆઈની તેમના રાજ્યોમાં એન્ટ્રી બંધ કરી દીધી છે ત્યારે હું પૂછવા માગીશ કે તેઆે શા માટે સીબીઆઈથી ડરી રહ્યા છે, એવું તો એમણે શું ખોટું કર્યું છે કે આટલા બધા ડરી રહ્યા છે ં

print

Comments

comments

VOTING POLL