કાેંગ્રેસ હથિયાર સજાવે છે

January 4, 2019 at 10:16 am


2019ના પ્રથમ ઈન્ટરવ્યુમાં ભલે વડાપ્રધાન મોદીએ કૃષિ સંકટ, બેરોજગારી, જીએસટી સહિતના મુદ્દાઆે પર લોકોની નારાજગીથી ભલે ઈનકાર કર્યો હોય, પરંતુ મુખ્ય વિપક્ષી પાર્ટી કાેંગ્રેસે આગામી લોકસભા ચૂંટણીમાં આ તમામ મુદ્દાઆે પર જ ફોકસ કરવા જઈ રહી છે.આ ત્રણ મુદ્દાઆે પાર્ટીની ઘોષણા પત્ર સમિતિ આગામી મેનિફેસ્ટોમાં સમાવવા માટે રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં વિચાર કરી રહી છે.મધ્યપ્રદેશ, છિત્તસગઢ અને રાજસ્થાનમાં મળેલી જીત બાદ કાેંગ્રેસ ત્યાંના મુદ્દાઆેને હવે રાષ્ટ્રીય સ્તર પર લાગૂ કરવા ઈચ્છી રહી છે. જેના માટે પાર્ટી ટુંક સમયમાં જ રાષ્ટ્રીય સ્તરનો કાર્યક્રમ અને ચૂંટણી અભિયાન છેડવા જઈ રહી છે.

ત્રણ રાજ્યોની વિધાન સભા ચૂંટણી ઉપરાંત કાેંગ્રેસ ગુજરાત વિધાન સભા ચૂંટણીમાં પણ છે, ખેડૂતોના મુદ્દે ચૂંટણી લડી ચૂકી છે, અને ભાજપના વિજય રથને 99 પર જ અટકાવી દીધો હતો. જોકે, ખેડૂતોના મુદ્દે ચૂંટણી લડéા બાદ કાેંગ્રેસમાં થોડો જીવ આવ્યો છે, જેને હવે રાષ્ટ્રવ્યાપી મુદ્દાે બનાવવા જઈ રહી છે.ત્રણ રાજ્યોમાં કાેંગ્રેસે મોટા પાયે ખેડૂતોની લોન માફીની જાહેરાત કરી છે. ચૂંટણીના વચન અનુસાર સરકાર ગઠનના 10 દિવસોની અંદરમાં લોન માફીની જાહેરાત કરી હતી. જેને કાેંગ્રેસે સમયની પહેલા જ કરી બતાવ્યું. કાેંગ્રેસની રણનીતિથી ખેડૂતો અને યુવાઆેની કાેંગ્રેસ પાર્ટી તરફ આકર્ષણ વધી રહ્યું છે. પાર્ટી 2019ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ મુદ્દાઆેને ચૂંટણી ઘોષણા પત્રમાં સમાવવા જઈ રહી છે.

વાચકોને યાદ હશે કે, નરેન્દ્ર મોદીએ 2014ની ચૂંટણીમાં દર વર્ષે બે કરોડ લોકોને નોકરી આપવાનું વચન આપ્યું હતું. કાેંગ્રેસ તેને મોટો મુદ્દાે બનાવતા યુવાઆેને આકર્ષિત કરવાના ફિરાકમાં છે. આ સાથે કાેંગ્રેસના ખેડૂતના મુદ્દે મોદી સરકાર વિરુÙ દેશવ્યાપી અભિયાન છેડવાનું એલાન કર્યું છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે આેક્ટોબરમાં કાેંગ્રેસે એક વેબસાઈટ લોન્ચ કરી હતી, જેમાં ચૂંટણી ઘોષણા પત્ર માટે લોકો પાસેથી મંતવ્યો મંગાવ્યા હતાં. આ ઉપરાંત પાર્ટી દેશભરમાં ફરીને લોકો પાસેથી ગ્રાઉન્ડ રિયાલિટીના આધારે સુચનો સંગ્રહ કરી રહી છે.આમ, લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ કાેંગ્રેસે હથિયાર સજાવવાનું શરુ કરી દીધું છે.

print

Comments

comments

VOTING POLL