કિત ક્લનીક નજીક ઝાડ સાથે બાઇક અથડાતા યુવાનનું ઘટના સ્થળે મોત

October 5, 2017 at 11:39 am


શહેરના સુભાષનગર અજયવાડીમાં રહેતા યુવાન ગત મોડીરાત્રે તેનુ મોટર સાયકલ લઇ ઘરે જતો હતો ત્યારે પુરઝડપે જઇ રહેલુ મોટર સાયકલ મુકતાલક્ષ્મી સ્કુલ સામે રોડ ઉપર ઝાડ સાથે અથડાતા તેનુ ઘટના સ્થળે મોત નિપજયુ હતુ.
આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર શહેરના સુભાષનગર અજવાડીમાં રહેતા ભરવાડ દેવાભાઇ કરમણભાઇ મેર (ઉ.વ.30) એ ગઇકાલે રાત્રે તેનુ ડીસ્કવર મોટર સાયકલ લઇ બજારમાં આવ્યા હતા.
દેવાભાઇ મેર રાત્રીનાં બાર વાગે તેનુ મોટર સાયકલ લઇ અજવાડી ઘરે જવા નીકળ્યા હતા અને હલુરીયા પાસે ચોકથી પુર ઝડપે જઇ રહેલુ મોટર સાયકલ મુકતાલક્ષ્મી મહિલા વિદ્યાલયની સામે કિત} કલીનીક પાસે રોડ ઉપર ઝાડ સાથે ધડાકાભેર અથડાતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થતા તેનુ ઘટના સ્થળે મોત નિપજયુ હતુ.
અકસ્માતના આ બનાવ અંગે ગંગાજળીયા પોલીસે મૃતક યુવાન સામે પુર ઝડપે બેફીકરાઇથી વાહન ચલાવવાનો ગુનો નાેંધી વધુ તપાસ હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL