કુંકાવાવમાં વીજળી ગુલ થતાં લોકો પીજીવીસીએલની કચેરીએ દોડéા…!

September 12, 2018 at 11:33 am


અહીના પ્લોટ વિસ્તારમાં ગત તા.9ના રોજ સાંજના સાત વાગ્યે ટ્રાન્સફોર્મરમાં ઘડાકો થતાં લોકોને એમ હતું કે, કલાકમાં લાઈટ આવી જશે પરંતુ રાત્રે 10-00 વાગ્યા સુધી લાઈટ ન આવતા નાના બાળકો, વૃધ્ધો, અકળાયા હતા જેથી લોકો દ્વારા કચેરીમાં ફોન શરૂ થયા હતા તો કચેરી તરફથી એવો જવાબ આપવામાં આવ્યો કે કાલે સવારે રિપેર થશે અત્યારે લાઈટ રિપેર થઈ શકે તેમ નથી. એક બાજુ મચ્છરનો ઉપદ્રવ વધુ હોય આવા સંજોગમાં લોકો રજૂઆત કરવા રાત્રે 10 વાગ્યે ટોળે વળી ગયા હતા જયા કચેરીમાં માત્ર ફોલ્ડ સેન્ટર પર બે વ્યિક્ત જ હાજર હતાં. ત્યારબાદ ઉચ્ચ કચેરીએ લોકોએ ફોન દ્વારા જાણ કરેલ અને ફરિયાદ કરેલ જેના કારણે બીજા ટીસીમાંથી ટેમ્પરેરી પાવર ડાયવર્ટ કરી રાત્રે 11-00 વાગ્યે પાવર સપ્લાય શરૂ કરવામાં આવી હતી. આòર્ય છે કે, ગ્રામ્ય હોવા છતાં સિટીનો દરજજો આપવામાં આવેલ હોય અને બિલિંગ પણ સિટીની દ્રિષ્ટથી બનાવવામાં આવે છે તેની અસુવિધાનો અહેસાસ લોકોને થયો હતો.

આ અંગે રજૂઆત કરવા મનુભાઈ બસીયા, મગનભાઈ દેવાણી, નિલેશભાઈ, પ્રિતેશભાઈ, જિલ્લા ભાજપના પૂર્વ ચેરમેન વિજયભાઈ ડોબરીયા, નરેશભાઈ વેકરીયા સહિતના અડધા પ્લોટના નગરજનોએ રાત્રે રજૂઆત કરી હતી.

print

Comments

comments

VOTING POLL