કુંભ મેળાને લઈ જીઓની ધમાકેદાર ઓફર, JIO લાવ્યું કુંભ જીઓ ફોન, મળશે આવી સુવિધાઓ……

January 9, 2019 at 2:32 pm


પ્રયાગરાજમાં થનારા કુંભ મેળા માટે રિલાયન્સ જિઓએ નવો ‘કુંભ જિઓફોન’ રજૂ કર્યો છે. કુંભ જિઓ ફોન, કુંભ મેળા સાથે જોડાયેલ નાની મોટી જાણકારીથી સજ્જ હશે. કુંભ મેળામાં આવનાર શ્રદ્ધાળુઓ ટ્રેન અને બસ સ્ટેશન સાથે જોડાયેલ જાણકારી ઉપરાંત ક્યા દિવસે, ક્યું સ્નાન છે તેની જાણકારી પણ કુંભ જિઓફોનથી મેળવી શકાશે.

‘કુંભ જીઓ ફોન’થી તમને કુંભ સાથે જોડાયેલી બધી જાણકારી મળશે. તેમાં તમને રિયલ ટાઇમ ટ્રાવેલ ઇન્ફોર્મેશન(સ્પેશ્યલ ટ્રેન, બસ વગેરે)ની સાથે ટિકિટ બુકિંગ અને રિસીવિંગ સાથે અપડેટ્સ પણ મળશે. તમને એ પણ જાણ થશે કે યાત્રી આશ્રય કયા સ્ટેશન ઉપર છે. આ સિવાય રસ્તાની જાણકારી અને મેપ, કયા દિવસે કયું સ્નાન છે તેનો કાર્યક્રમ, રેલવે કેમ્પ મેલા અને ઇમરજન્સી હેલ્પલાઇન નંબર પણ મળશે.

કુંભ જીઓ ફોન બનશે સૌ માટે આર્શીવાદરૂપ, કુંભમાં તમારા કોઈ નજીકના ગુમ થવા પર તેને શોધવા ‘KUMBH JIOPHONE’ તમારી મદદ કરશે. જેમાં ફેમિલી લોકેટર અને ખોયા-પાયા નામનું એક વિશેષ ફીચર આપવામાં આવ્યું છે. જેનાથી તમારા સંબંધીનું લોકેશનની ખબર પડી જશે. તમને એક ફિંગર પ્રેસ કરતા જરૂરી એલર્ટ્સ અને અનાઉન્સમેન્ટ મળશે.

print

Comments

comments

VOTING POLL