કુકએ છોડી ટેસ્ટ કપ્તાની: સતત હાર બાદ બન્યું હતું દબાણ

February 6, 2017 at 5:05 pm


ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન એલિસ્ટર કુકએ ટેસ્ટ મેચની કપ્તાની છોડવાની જાહેરાત કરી છે. સોમવારે ઈસીબી એ ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી. કુકએ કુલ 59 ટેસ્ટ મેચોમાં ઇંગ્લેન્ડ ટિમની કપ્તાની કરી હતી. જો કે કુક હાલમાં પણ ટેસ્ટ મેચ રમવાનું ચાલુ રાખશે. કુકએ 2012 માં ઇંગ્લેન્ડ ટેસ્ટ ટિમની ધુરા સંભાળી હતી, તેમની કપ્તાનીમાં ઇંગ્લેન્ડ એ ઘરમાં એશેઝ અને ભારત વિ. દક્ષિણ આફ્રિકા વિરૂઘ્ધ પણ સિરીઝ જીતી હતી. કુકએ કુલ 69 વનડે મેચોમાં ઇંગ્લેન્ડ ટિમની કપ્તાની કરી હતી.

છેલ્લા કેટલાક સમયથી ઇંગ્લેન્ડને કુકની કપ્તાનીમાં સતત હારનો સામનો કરવો પડતો હતો. જ્યારબાદથી જ કુક પર કપ્તાની છોડવાનું દબાણ હતું. છેલ્લા 7 ટેસ્ટ મેચમાં કુકની કપ્તાનીમાં ઇંગ્લેન્ડને ૧ જીત અને 5 હારનો સામનો કરવો પડ્યો છે.

print

Comments

comments

VOTING POLL